વિધાનસભાની ચૂંટણીમાં પારડી વિધાનસભાની બેઠક માટે રાજ્યના નાણાંમંત્રી કનુ દેસાઈ સહિત ૬ દાવેદારોએ ભાજપ તરફથી દાવેદારી જાહેર કરી છે. વલસાડના વશિયર શ્રી પાર્ટી પ્લોર્ટ ખાતે ભાજપના રાજ્ય મંત્રી, રાજેન્દ્ર ત્રિવેદી, પંચમહાલના પ્રભારી રાજેશ પટેલ અને ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલ કાર્યકરોના સેન્સ મેળવી રહ્યા છે. જેમાં પારડી વિધાનસભાની બેઠક ઉપર ગત વિધાનસભામાં કનુ દેસાઈ સામે કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવનારા ભરત પટેલે કનુ દેસાઈના સમર્થનમાં સામે આવતા રાજકારણ ગરમાયું છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થવાના ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. રાજકીય પક્ષ ઉમેદવારોની પસંદગી માટે બેઠકો કરી રહી છે. ત્યારે વલસાડના શ્રી પાર્ટી પ્લોર્ટ ખાતે ભાજપના જિલ્લા પંચાયતના સભ્યો અને તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો તેમજ ભાજપના અગ્રણીઓ પાસે સેન્સ લેવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે પારડી વિધાનસભાની બેઠક ખૂબ ચર્ચામાં રહી છે.
રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઈ સહિત ૬ દાવેદારોએ પારડી બેઠક ઉપરથી ભાજપમાંથી ટિકિટની માંગણી કરી છે. ગત વિધાનસભાની બેઠક ઉપર કનુ દેસાઈ સામે કોંગ્રેસ પક્ષમાંથી ઉમેદવારી નોંધાવનાર ભરત પટેલે કનુને ટિકિટ મળે તે માટે હાજર રહ્યા હતા. વલસાડ જિલ્લાની પારડી વિધાનસભાની બેઠક ઉપરથી કનુ દેસાઈએ કરેલા વિકાસના કામોને લઈને ભરત પટેલે કનુને ટિકિટ મળે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી સર્જીકલ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઈક અને કાશ્મીરમાંથી ૩૭૦ હટાવવાં જેવા મહત્વના ર્નિણયોથી પ્રેરિત થઈને ભરત પટેલે કનુ દેસાઈને ફરી ટિકિટ મળે તે માટે આગળ આવ્યાં હતાં. જેને લઈને ભાજપ સરકારની ગુજરાતમાં સરકાર બને તેવી પ્રબળ ઈચ્છા સાથે પારડીના વકીલ અને પૂર્વ પારડી તાલુકા કોંગ્રેસ અગ્રણી ભરત પટેલ આગળ આવ્યા હતા.
Recent Comments