fbpx
ગુજરાત

પારૂલ યુનિવર્સિટીમાં એરફોર્સની ટીમે વિદ્યાર્થીઓને કારર્કિદી અંગે વાત કરી

પારૂલ યુનિવર્સિટીમાં સશસ્ત્ર દળોમાં કારર્કિદી વિષયે વાર્તાલાપ યોજાયો હતો. જેમાં આઇએએફ ટીમ દિશાએ વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. ઇન્ડક્શન પબ્લિસિટી એક્ઝિબિશન વ્હીકલના માધ્યમથી વન ટુ વન ઇન્ટરેક્શન માટે ટીમ દિશાએ પારૂલ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓને રાષ્ટ્ર સેવા માટે પ્રોસ્તાહીત કર્યા હતા. આ ઇવેન્ટ યુનિ.ના આર્મ્‌ડ ફોર્સિસ મોટિવેશનલ સેલ દ્વારા યોજાઇ હતી.

જે સેલ ભારતીય સેના, નૌકાદળ અથવા વાયુસેનામાં સેવા આપવા માંગતા વિદ્યાર્થીઓને મદદ કરે છે. ટીમે દિલ્હીથી નીકળીને વડોદરા પહોંચતા જયપુર અને અમદાવાદમાં પણ વાર્તાલાપ કર્યો હતો. પારૂલ યુનિ. ખાતે ટીમે વિદ્યાર્થીઓ અને અધ્યાપકો સાથે વાતમાં ભારતીય વાયુસેનામાં અધિકારી તરીકેની કારકિર્દી વિષે પ્રેઝન્ટેશન આપ્યું હતું.

Follow Me:

Related Posts