fbpx
ગુજરાત

“પારેવા ના પગ પાંચ દિવસ રાતા” ૨૫ ઓગસ્ટ થી ૮ સપ્ટેમ્બર ઉજવાતું ચક્ષુદાન પખવાડિયું પાડોશી દેશ શ્રીલંકા ની શીખ આપતી ચક્ષુદાન મુહિમ “જીવન પર્યન્ત જીવંત રહેતી ચક્ષુ”

દેશ માં ૨૫ ઓગસ્ટ થી ૮ સપ્ટેમ્બર સુધી ઉજવતા નેત્રદાન પખવાડિયા ની ઉજવણી તો કરાય છે પણ પછી શું? “પારેવા ના પગ પાંચ દિવસ રાતાં” નેત્રદાન ની મુહિમ માટે મહાપુરુષો ની અપીલ કે કાયદો કારગત નથી જરૂર છે સ્વયંમ વિવેક ની કરોડો અંધજન ના જીવન માં અજવાળું પાથરવા માટે ચક્ષુદાન જ યોગ્ય ઉપાય છે  અંધાપા ને નાબૂદ કરી શકાય છે નેત્રદાન ને પ્રોત્સાહન લોક જાગૃતિ પ્રતિજ્ઞા સંમતિ સાથે સ્વયમ વિવેક થી શુ ન થઈ શકે ? 

પાડોશી દેશ ની સંસ્થા શ્રીલંકા આઇ ડોનેશન સોસાયટી એ વિશ્વ ના ૧૩૫ દેશો માં ૨૧ હજાર થી વધુ કોર્નિયા મોકલાવ્યા  સ્વ ડોકટર હડસન સિલ્વા એ અને ધર્મગુરુ ઓની અપીલ ઉત્તમ ઉદરણ છે આપણા દેશ માં માનવ શરીર ના અવયવો ને લગતા કાનૂન મુક સંમતિ ધારો ઉપરાંત સને ૧૯૯૪ માં હ્યુમન ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ એકટ (હોટા) પણ છે 

દ્રષ્ટિહીનોની અનોખી દુનિયા શારીરિક ખોડખાપણ છતાં અડગ મન થી સંઘર્ષ ખેલી રહેલા અંધજનો તેમજ દ્રષ્ટિવહીનો ની અનોખી દુનિયા માં પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનોએ કુશળ કૌશલ્ય અને મજબુત મનોબળ થી ગજબની સિદ્ધિ ઓ નોંધાવ્યાનાં અનેક દાખલાઓ છે અસાઘારણ કરી શકાય તેવા કાર્ય બ્રેઈન લિપીમાં વાંચન લખવું અંગ કરારત ખેલકુદ ગરાપરિઝ માં સંગીત ઉપરાંત હસ્તકલા હસ્તઉદ્યોગની સુંદર ચીજો ઉપરાંત રસોઈમાં માસ્ટરી સહિતની નિપુણતા જોયા પછી એક નવી દુનિયાની અનુભુતિ થાય કે ચક્ષુવહીનો ની કુદરતી બક્ષિસ કલીયરવિઝન કરતા પણ અનોખી અને અલૌકિક દ્રષ્ટિ હોય છે ભારતમાં આશરે એક કરોડ કરતા વધુ અંઘજની છે અને દર વર્ષે ૩૦ થી ૪૦  હજાર નવા અંઘજનોનો ઉમેરો થાય છે  અંધાપો આવવાના અનેક કારણો છે તેમાં મોતિયો નસનું સુકાઈ જવું વિટામિન ( ઍ ) ની ઉણપથી ઝેરણાલિયા નામની રીંગ  રેટીન છુટા પડી જવા ઝામર કોર્નિયા અકસ્માત ઈજા ઉંમર થવા થી મોતિયો આવે તો પણ અજ્ઞાનતા એ મોતિયો રેળાઇ જવા દેવો વગેરે અથવા ખીલ કજકિટવાઈટસ અને શીતળા જેવા રોગ કે ચેપ સહિત ના કારણો જવાબદાર હોય છે અત્રે આધુનિક શસ્ત્રક્રિયાની વિકસીત સારવાર પધ્ધતીના પ્રતાપે અપારદર્શક કોર્નિયાને કાઢી લઈ તેની જગ્યાએ બીજો પારદર્શક તથા તંદુરસ્ત કોર્નિયા બેસાડી શકાય છે  પરંતુ હજી સુધી નવો કોર્નિયા બનાવવા વિજ્ઞાનિકો સફળ થયા નથી  તેથી માણસો ની આંખમાં રહેલ કુદરતી કોર્નિયાથી કામ ચલાવવું પડે છે તેમજ મૃત વ્યકિતના શરીરમાંથી કાઢેલા કોર્નિયા ઉપયોગમાં લઈ શકાય છે . આ પધ્ધતિ કૈરાટો પ્લાસ્ટી તરીકે ઓળખાય છે  ચક્ષુ બેન્ક એટલે કોર્નિયાની આપ લે કરનારી સંસ્થા મૃત વ્યકેિતના કોર્નિયાની શસ્ત્રક્રીયા એક કલાકની હોય છે . ચક્ષુદાન વિશે વધુ જાગૃતિ આવે અને ચક્ષુદાન કરવા મૃતક વ્યકિતના સગા સંબંધી કે મહાપુરુષો મૃતક વ્યકિતના ફેમેલીને પ્રોત્સાહીત કરે તો વધુ ને વધુ અંધજનોને ઉપયોગી થઈ શકાય 

ભારત જેવા વિશાળ રાષ્ટ્રના પ્રગતિ વિશેના દરેક બાબતના આકડા ઉંચા હોય છે પણ એ બાબતે જાણીને અચરજ પામી જવા જેવું છે કે દર વર્ષે માત્ર બે હજારથી અઢી હજાર ચક્ષુદાન પ્રાપ્ત થાય છે . વળી આમાંનું  મોટાભાગનું ગુજરાતમાં થાય છે . ચક્ષુદાનની ચળવળો શરૂ થયાં ને ત્રણ દાયકા કરતા વધુ સમય થયો આ જોતા નથી લાગતું કે આ બાબતેં હજી સુધી આ મુહિમ ને જોઈએ તેવો વેગ નથી મળ્યો મૃત્યુ દર વ્યકિત દર સવા કરોડ સામે માત્ર બે હજાર ચક્ષુદાન આ પડકારને આપણે સફળતાપૂર્વક ઝીલવો હોય તો સૌએ તે દિશા તરફ ખૂબ પ્રયત્નો કર્યા સિવાય છુટકો નથી ચક્ષુદાન કરનારની ઓળખ ગુપ્ત રાખવા અને તેની સંમતિ કાયદેસરના વારસ પાસેથી મેળવવી અને કોની કોર્નિયા કોને આપી ? તે પધ્ધતિ ગુપ્ત રહે છે અને વિના મૂલ્ય આપવામાં આવે છે ચક્ષુદાન માટે લોકોને પ્રેરિત કરવા બહુ કઠીન વાત છે સ્વેચ્છાપૂર્વક અને ઉત્સાહભેર સામાજિક સેવા સંસ્થાઓ એ શરૂ કરેલ અનેકો ચક્ષુબેંક  ટુક સમય માં સંકેલાઈ જાય છે . કાગળ ઉપર અત્યાર સુધીમાં ૧૫૦ થી વધુ ચક્ષુબેંકો બની પણ વખત જતાં અત્રે કેવળ ૪૦ જેટલી બેન્કો કાર્યરત છે અને ચક્ષુદાન અંગેના કાયદામાં સુધારો કરવાની તાતી જરૂર છે . કાયદાની જોગવાઈ કોર્નિયાની તીવ્ર અછત અને ભરપૂર માંગ વચ્ચેની વિશાળ ખાઈને પુરવા પ્રચલિત કાયદામાં સુધારો કરવો જોઈએ  બિનવારસી મૃતક ના શરીરમાંથી તેમજ મરણોતર શારીરિક તપાસ  (પોસ્ટમોર્ટમ ) ના તબીબી કાનુન કિસ્સામાં ઓછામાં ઓછા સમયમાં કોર્નિયા કાઢી લેવાની પરવાનગી આપવી જોઈએ . પોસ્ટમોર્ટમના નિરીક્ષણોમાં કોઈ પણ ફેર પડતો નથી ચક્ષુ કાઢવાથી વિશ્વના અનેક દેશોમાં આ સુધારા દાખલ કયાં છે મૃત્યુ ના બે કલાકમા ચક્ષુ કાઢી શકાય તે માટેના કાયદા “ધ આઈસ ઓથોરીટી ફોર પેરા યુટિક પર્વસિસ એકટ ૧૯૮૨” નામનો નવો કાયદો છે પણ વિશેષ જરૂર છે  ફેમીલી દાકતરોનો ફાળ ધર્મગુરૂ ની અપીલ વાસ્તવવાદી વિચારસરણી વધુ કારગત નીવડે મૃત્યુ પછી પણ માણસ ના સદકર્મો જીવંત રહે જીવન પર્યન્ત જીવંત રહેતી ચક્ષુ અંધજનો ના જીવન માં અંજવાળું કરતી મુહિમ છે અંતિમ સંસ્કાર માં કોઈ ફેર ન પડે છતાં જોઈ એ એવી જાગૃતિ નથી  ચક્ષુદાન ને વેગ માટે અનેક પ્રકારના લાઈસન્સ સાથે ચક્ષુદાન ની સંમતિ ઉપરાંત નિષ્ઠાવાન તબીબો પૂરતો ઉત્સાહ બતાવે તો શું ન થઈ શકે ? સહીયાર પુરુષાર્થ  અંધજનો ના જીવન માં જયોતી પ્રગટાવી શકે છે  સ્વૈચ્છિક સેવા સંસ્થાઓના સનિષ્ટ સામાજિક કાર્યકરો અને સેવાભાવી તબીબો અને ધર્મગુરુઓ અને સામાજિક સંરચના માં સુધારા થી આ મુહિમ ચલાવાય  તો આ યુક્તિ “જ્યોત  સે જયોત જલા તે ચલો” સાર્થક થઈ શકે ચક્ષુદાનનું મહત્વ સમજીને આખો સમાજ આ પ્રવૃત્તિમાં સક્રિય રૂપે સાથ સહકાર આપવા પ્રેરાય તે દેતુથી મહારાષ્ટ્રની એક સંસ્થા પોતાનું મુખપત્ર બહાર પાડે છે “ધ ડોનેશન ઓફ આઇઝ  મહારાષ્ટ્ર સોસાયટી”આંખ વિસાઈ પછી પણ ખુલ્લી રાખવા જીવન પર્યન્ત જીવંત રહેતી સ્મૃતિ અંધજનો ની આંખ બનવા ચક્ષુદાન કરો કરવો એજ ચક્ષુદાન દિન ની સાર્થકતા છે

 (નટવરલાલ જે ભાતિયા)

Follow Me:

Related Posts