કોંગ્રેસના ઉપાધ્યક્ષ અને એક સમયના પૂર્વ ધારાસભ્ય અેવા ઈન્દ્રનીલ રાજ્યગુરુ પાર્ટીથી નારાજ ચાલી રહ્યાની વાતો સામે આવી હતી જેના કારણે તેઓ આપ પાર્ટીમાં જોડાય તેવી પણ શક્યતા હતી ત્યારે રાજકોટના આ નેતાને લઈને મોટા સમાચાર અે આવી રહ્યા છે કે, પાર્ટીથી નારાજ નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુની કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા સાથે બંધ બારણે બેઠક પ્રદેશ કાર્યાલય ખાતે યોજવામાં આવી છે.
અગાઉ આપમાં જોડાઈ રહ્યા હોવાની ચર્ચાએ જોર પણ પકડ્યું હતું. કોંગ્રેના પ્રદેશ કાર્યલય ખાતે બેસીને બંધ બારણે બેઠક ચાલી રહી છે. કોંગ્રેસ પાર્ટી તરફથી પ્રયાસ એ પ્રકારના છે કે, કોંગ્રેસમાંથી નારાજ છે તેમનું સમાધાન લાવવામાં આવે. ઈન્દ્રનિલ રાજ્યગુરુ આપ પાર્ટીમાં જોડાવવાના હતા કેમ કે, તેમને પાર્ટી તરફથી લેવાયેલા કેટલાક નિર્ણયને લઈને નારાજગી હતી.
બેઠક પૂર્ણ થયા બાદ ખ્યાલ આવી શકે છે કે, તેઓ કયા પ્રકારના નિર્ણય પર આવી શકે છે. બીજી તરફ સૌરાષ્ટ્રમાં બીજેપીન પક્કડ મજબૂત બને તેને લઈને બીજેપીએ પણ વેલકમ કેમ્પેન શરૂ કર્યું છે ત્યારે આગામી સમયમાં બીજેપી કોંગ્રેસી ધારાસભ્યોને પણ તેમની તરફી આકર્સી શકે છે.


















Recent Comments