પાલનપુર એરોમા સર્કલ નજીકથી જીવદયાપ્રેમીઓએ ટ્રકમાં કતલખાને લઇ જવાતાં ૧૫ પશુઓ બચાવ્યા હતા. જ્યાં ટ્રાફિકમાં ટ્રક મુકીને નાસી છુટેલા ચાલક સામે ગૂનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. પાલનપુરના ગઠામણ પાટિયા નજીક ઉભેલા જીવદયાપ્રેમી ઉર્વેશકુમાર મહેન્દ્રભાઈ પટેલ, સચીનભાઇ ભીખાભાઇ જાેષી, રમેશભાઇ માનસીંહભાઇ જેઠવા ચા પીવા માટે ઉભા હતા. ત્યારે શકમંદ ટ્રક નં. જીજે.૨૩. વાય.૮૭૮૭નો પીછો કર્યો હતો. જાેકે, પાલનપુરના એરોમાં સર્કલ થી ડીસા જવાના માર્ગ પર ટ્રાફિક હોવાથી ટ્રક ચાલક ટ્રક મૂકી નાસી છૂટયો હતો. જીવદયાપ્રેમીઓએ પોલીસ બોલાવી તલાસી લેતા અંદરથી ૧૫ નંગ ભેંસ મળી આવી હતી. આ અંગે નાસી છુટેલા ટ્રક ચાલક સામે ગૂનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પાલનપુરના એરોમાં સર્કલ પાસેથી ટ્રકમાં કતલખાને ધકેલાતાં ૧૫ પશુઓ બચાવાયાં

Recent Comments