fbpx
ગુજરાત

પાલનપુરની પરિણીતાને પતિ સહિત સાસરિયાએ ગરમ ચીપીયાથી ડામ દીધા

પાલનપુર તાલુકાના રણાવાસ ગામના ડાહ્યાભાઇ ભેમાભાઇ દેવીપૂજકની દીકરી રેખાબેન (ઉં.વ. ૨૦)ના લગ્ન દસ માસ અગાઉ થરાદ તાલુકાના રાહ ગામે રહેતા પ્રકાશભાઇ માલાભાઇ પરમારના દીકરા દેવેન્દ્રકુમાર સાથે સમાજના રિત- રીવાજ મુજબ થયેલા હતા. જ્યાં દસેક દિવસ રહ્યા પછી તેણી પતિ તથા મારા સસરાની મુંબઇ ખાતે મોબાઇલ રિપેરિંગની દુકાન હોઇ અને તેઓનું પોતાની માલિકીનું મકાન મુંબઇ જીવદયાની એપાર્ટમેન્ટ વિજયનગર, વસઇ- વિરાર વેસ્ટમાં આવેલું હોઇ ત્યાં રહેવા ગયા હતા. શરૂઆતમાં સારી રીતે રાખ્યા બાદ છેલ્લા ત્રણ – ચાર મહિનાથી તેણીનો પતિ તથા સાસુ- સસરા ઘરકામ બાબતે તેમજ અન્ય નાની નાની બાબતોમાં હેરાન પરેશાન કરી શારિરીક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતુ.

દરમિયાન ગઇ તા. ૧૫/૦૨/૨૦૨૨ના રોજ રેખાબેન ઘરનું કામકાજ કરતી હતી તે વખતે પતિ તથા મારા સાસુ- સસરા તેની પાસે આવી એકદમ ઉશ્કેરાઇ જઇ તને ઘરનું કંઇ કામકાજ આવડતું નથી. અમારે તને ઘરમાં રાખવી નથી. તેમ કહ્યું હતુ. અને પતિ દેવેન્દ્રએ તેણીને નીચે પાડી સપેટના ભાગે તથા પાછળની પીઠના ભાગે ગડદાપાટુનો માર માર્યો હતો. અને સાસુ- સસરાએ ઘરમાંથી ગરમ ચિપીયો લાવી બંને પગ ઉપર ચિપીયાના ડામ દીધા હતા. અને આખો દિવસ માર મારી હેરાન પરેશાન કરી શારિરીક- માનસિક ત્રાસ આપ્યો હતો. આ અંગે તેણીએ અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે પતિ દેવેન્દ્રભાઇ પ્રકાશભાઇ માલભાઇ પરમાર, સસરા પ્રકાશભાઇ માલાભાઇ અને સાસુ સવિતાબેન પરમાર સામે ગૂનો નોંધી તપાસ હાથ ધરી હતી. રેખાબેને પોતાના ઉપર થયેલા અત્યાચારની જાણ પિતાને કરતાં તેઓ મુંબઇ જઇ તેણીને પિયર રણાવાસ લાવ્યા હતા. અને રેખાબેનને પતિ તથા સાસુ- સસરાએ માર મારેલ હોવાથી પેટમાં દુખાવો થઇ ઉલટીઓ શરૂ થતાં તેમના પિતાએ ૧૦૮ મારફતે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી.

મોબાઇલ વાનને ફોન કરતાં ૧૦૮ આવી જતાં મને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં આવેલ ટ્રોમા સેન્ટરમાં સારવાર અર્થે દાખલ કરી હતી.પાલનપુર તાલુકાના રણાવાસની યુવતીના લગ્ન થરાદ તાલુકાના રાહ ગામે દસ માસ અગાઉ લગ્ન થયા હતા. સાસરિયાં ધંધાર્થે મુંબઇ રહેતા હોવાથઈ તે સાથે ગઇ હતી. જાેકે ઘરનાં કામકાજના મુદ્દે શારીરિક- માનસિક ત્રાસ ગુજારવામાં આવ્યો હતો. સપ્તાહ અગાઉ પતિએ તેને નીચે પાડી હતી અને સાસુ- સસરાએ ગરમ ચીપિયાથી પગ અને સાથળના ભાગે ડામ દીધા હતા. તેને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. તેણે પતિ અને સાસુ- સસરા સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Follow Me:

Related Posts