પાલનપુર એસ.ઓ.જીની ટીમે પાલનપુરના આકેસણ-વેંડચા રોડ ઉપર બાતમીના આધારે એક કારનો પીછો કરી ૩ લાખના ૩૦ ગ્રામ એમ.ડી મેફેડ્રોન ડ્રગ્સ સાથે ત્રણ શખ્સોને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠ જિલ્લો રાજસ્થાન સરહદને અડીને આવેલો હોવાથી અવારનવાર રાજસ્થાન માંથી ગુજરાતમાં કેફી દ્રવ્યો અને ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવે છે જેને લઈને પાલનપુર એસઓજી પોલીસને બાતમી મળી હતી કે રાજસ્થાન પાર્સિંગની સ્વીફ્ટ ગાડીમાં ડ્રગ્સ લઈને પાલનપુરના આકેસણ ગામમાં આવી રહ્યા છે તેને લઈને પાલનપુર એસઓજી પીએસઆઇ એમ. કે. ઝાલા સહિતનો વોચમાં ગોઠવાયા હતા તે દરમિયાન પાલનપુર તાલુકાના આકેસણ રોડ ઉપર સિલ્વર કલરની સ્વિફ્ટ ગાડી નંબર આર. જે. ૧૯ સી. એફ. ૪૫૯૪ આવતા એનો પીછો કર્યો હતો.
આકેસણથી ગઠામણ ગામ તરફ નીકળતા નેળીયામાં કારને રોકાવી ચેક કરતા અંદરથી રૂપિયા ૩,૦૦,૦૦૦ નું ૩૦ ગ્રામ એ.ડી મેફેડ્રોન ડ્રગ્સ મળી આવતા પોલીસે ગાડીમાં બેઠેલ ૩ લોકોની અટકાયત કરી હતી.જેને લઈને પોલીસે ૩ લાખની કિંમતનું ડ્રગ્સ , ૨ લાખની કાર, મોબાઈલ નંગ ૪ કિ.૧૦,૫૦૦, એક માઇકો ઇલેકટિક કાંટો કિ.૧૦૦૦,તથા ૨૬,૬૩૦ રોકડ રકમ મળી કુલ ૫,૩૮,૧૩૦નો મુદ્દામાલ જપ્ત કરી પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એનડીએસપી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Recent Comments