પાલનપુર તાલુકાના ચંડીસર ગામે જી આઇ ડી સીમાં આવેલી પ્લાસ્ટિકની ફેક્ટરીમાં રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના લસાડીયા તાલુકાના રમીણા ગામના ગોવિંદરામ ગોતિયા મીણા નોકરી કરતા હતા. જ્યાં સોમવારે સાંજે ઊંઝા રહેતા તેમના સમાજના ધુળારામ નગા મીણા બાઈક નંબર આર.જે. ૨૭ બી.એન. ૬૮૫૯ લઈને આવ્યા હતા. દરમિયાન બંને જણા બાઈક લઈને ગણેશ કાંટાની બાજુમાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે પૂરઝડપે આવેલા ટ્રક નંબર જીજે. ૧૮. એયું. ૭૧૨૦ના ચાલકે બાઈકને ટક્કર મારી હતી. અકસ્માતમાં બંને યુવકોને ગંભીર ઈજા થતાં તેમનું મોત નીપજયું હતું. બન્નેના મૃતદેહો પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડી પીએમ કરાયું હતું. આ અંગે ફેક્ટરીમાં જ નોકરી કરતાં મૃતકના ભાઈ ખેમરાજ ગોતિયા મીણાએ ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે નાસી છૂટેલા ટ્રક ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.
રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના લસાડીયા તાલુકાના રમીણા ગામના ગોવિંદરામ ગોતિયા મીણા અને તેમનો ભાઈ ખેમરાજ જીઆઇડીસીની પ્લાસ્ટિક ની ફેક્ટરીમાં સાથે નોકરી કરતા હતા. જ્યાં ઊંઝા રહેતા તેમના સમાજના ધુળારામ નગા મીણા બાઈક લઈને આવ્યા હતા અને તે ત્રણે જણા જમીને ફેક્ટરીમાં સુઈ ગયા હતા. અને બાઈક લઈને નીકળ્યા ત્યારે જીઆઇડીસી પરિસરમાં જ ટ્રકચાલકે ટક્કર મારતા ગોવિંદ રામ અને ધૂળારામના મોત નિપજયા હતા. બાજુની ફેક્ટરીમાં કામ અર્થે ગયેલા ગોવિંદ રામને અકસ્માત થયો હોવાની જાણ થતાં તેઓ તેમના માલિક સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. પૂરઝડપે આવેલી ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારતા ઊંઝાથી આવેલા ધૂળા રામના માથા ઉપરથી ટ્રકનું ટાયર ફરી વળતાં તેમનું કમકમાટી ભર્યું મોત નીપજયું હતું. જ્યારે ગોવિંદરામને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.પાલનપુર તાલુકાના ચંડીસર ગામે આવેલી જી.આઇ.ડી.સી.માં બુધવારે સાંજે ટ્રકચાલકે ટક્કર મારતા બાઇક સવાર રાજસ્થાનના બે યુવકોનું મોત નીપજયું હતું. આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે નાસી છુટેલા ટ્રક ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા હતા.


















Recent Comments