fbpx
ગુજરાત

પાલનપુરમાં ભૂગર્ભ ગટરના અધૂરા પ્રોજેક્ટને લઈને જીયુડીસીનો પત્ર

પાલનપુર શહેરમા સુરજ પાર્ક સોસાયટીથી પુશીગ કરી વિશ્વકર્મા સોસાયટી થઈ આકેસણ રોડ મેઇન લાઇનમાં જાેડાણ આપવાનું કામ, ડીસા હાઈવે શ્રીજી સોસાયટીથી પુશીગ કરી તિરૂપતિ સોસાયટી ભાગ ૧માં પાઇપ લાઈનમાં જાેડાણ કરવાનું કામ, લક્ષ્મીપુરા ફાટક બહાર પુશિંગ કરી મુખ્ય લાઈન સાથે જાેડાણનું કામ બાકી છે. પમ્પીંગ સ્ટેશનો ચાલુ કરેલ નથી તેમજ ભૂગર્ભ ગટર લાઇનના લેન્ડ લોકેશન અને એરિયા સાથેના નકશાની કોપી હજુ સુધી નગરપાલિકાને પુરી પાડી નથી.પાલનપુર નગરપાલિકા અને ભૂગર્ભ ગટરના કામો કરતા જીયુડીસી વિભાગ વચ્ચે વિવાદ દિનપ્રતિદિન વકરી રહ્યો છે. પાલિકાના ચીફ ઓફિસરને ભૂગર્ભ ગટર પ્રોજેક્ટનો કબજાે લેવાના લેખિત પત્રને ગેરકાયદેસર ગણાવી જીયુડીસી એમડી સમક્ષ વિરોધ દર્શાવી ચેરમેને શહેરમાં ૭૮ જગ્યાએ ભૂગર્ભ ગટરની ક્ષતિઓ ઉજાગર કરીને લેખિતમાં મોકલી આપતા વિવાદનો મધપૂડો છંછેડાયો છે.

પાલિકાના પૂર્વ પ્રમુખ અમૃત જાેષીના પુત્ર કૌશલ જાેષીને પાર્ટીએ ભૂગર્ભ કમિટીના ચેરમેન બનાવ્યા બાદ ભૂગર્ભ ગટર યોજનાનું કામ કરતી એજન્સી સામેના વ્યાપક આક્ષેપો વચ્ચે યોજનાને પાલિકાને સોંપવાની હિલચાલ સામે નારાજગી વ્યાપી છે. લેખિત પત્રમાં જણાવ્યા મુજબ ” સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ ૨૦૧૪ અંતર્ગત ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી શરૂ થઈ હતી. જે ૮ વર્ષનો સમય વિતવા છતાં કનેક્ટિંગ પાઇપલાઇન અધૂરી છોડી છે તેમજ મેન હોલ કોન્ટ્રાક્ટર દ્વારા ઘણી જગ્યાએ માટીથી ભરી છે જેને કારણે પાઇપલાઇનનો ચોકઅપ હોવાથી કબજાે લેવા માગતા નથી. શહેરમાં પાણીનો નિકાલ થતો નથી. એસ.ટી.પી સુધીની પાઇપ લાઇન પણ નાખવાની બાકી છે તેમજ આ નાખેલ પાઇપ લાઈનનું ટેસ્ટિંગ પણ કરવાનું હજી બાકી છે છતાં ૩૧/૦૩/૨૦૨૨ના રોજ જી.યુ.ડી.સી. વિભાગના પ્રોજેક્ટ મેનેજર પી આઈ યુ ગાંધીનગર ના લેખિત પત્ર દ્વારા મુખ્ય અધિકારી પાલનપુર નગરપાલિકાને પ્રોજેક્ટનો કબજાે સંભાળી લેવાનો પત્ર લખેલ છે તે કુદરતી ન્યાયના સિદ્ધાંત વિરુદ્ધનો હોઈ આ અધૂરા પ્રોજેક્ટનો કબજાે લેવાની ફરજ પાલનપુર પાલિકાને આપ પાડી શકો નહી.

Follow Me:

Related Posts