પાલનપુરમાં યુવતી પ્રેમી સાથે ભાગી જતાં કુટુંબીઓએ આધેડ સાથે પરણાવવા દબાણ કર્યું
બનાસકાંઠા જિલ્લાના એક ગામમાં રહેતી યુવતીને ગામના જ એક યુવક સાથે પ્રેમ થયો હતો. જે તેની સાથે ભાગી ગઇ હતી. જાેકે, કુટુંબીજનોએ તેને એજ રાત્રે પકડી લીધી હતી. જ્યાં તેના કુંટુંબીજને યુવતીને રાતોરાત તેમના એક સંબંધીના ઘરે ૪૦ વર્ષના યુવક પાસે રહેવા મોકલી દીધી હતી. અને તેની સાથે જ લગ્ન કરવાનું ગોઠવતાં હતા. જાેકે, યુવક પોતાના કરતાં ૨૦ વર્ષ મોટો હોઇ તેમજ ગમતો પણ ન હોઇ યુવતી તેની સાથે લગ્ન કરવા માંગતી ન હતી. આથી તેણીએ બનાસકાંઠા ૧૮૧ અભયમની મદદ લીધી હતી.
કોલ મળતાં મહિલા પોલીસ સાથે યુવતીના ઘરે ગયા હતા. જ્યાં તેના માતા- પિતા સહિત પરિવારજનોને સમજાવ્યા હતા. બીજી તરફ યુવતીએ પણ પોતાના જીવનમાં પ્રથમ વખત ભૂલ થઇ છે. હવે પછી કયારેય આવી ભૂલ નહીં કરૂ તેવું કહીં માતા-પિતા સાથે રહેવાનું કહેતાં આખરે તેણીને તેમને સોંપવામાં આવી હતી.બનાસકાંઠા જીલ્લાના એક ગામમાં રહેતી ૨૦ વર્ષની યુવતી ગામના યુવક સાથે ભાગી ગઇ હતી. જાેકે, કુટુંબીજનોએ તેને ઝડપી લઇ રાતોરાત તેમના સંબંધીને ત્યાં ૪૦ વર્ષના યુવક પાસે મોકલી દીધી હતી.
અને તેની સાથે લગ્ન કરવાનું ગોઠવતાં હતા. જાેકે, યુવતીને ત્યાં લગ્ન ન કરવા હોવાથી ૧૮૧ અભયમની મદદ લીધી હતી. અભયમની ટીમે યુવતી તેમજ પરિવારજનો સાથે કાઉન્સિંગ કરી સમજાવ્યા હતા. યુવતીને માતા-પિતા પાસે મુકવામાં આવી હતી.
Recent Comments