બનાસકાંઠા જિલ્લામાં ઉમેદવારો એ પ્રચારપ્રસાર તેજ કરી દીધો છે. ત્યારે પાલનપુર વિધાનસભા બેઠક પર કોંગ્રેસના નેતાઓ ડોર ટુ ડોર પ્રચાર કરી પોતાના ઉમેદવારને જીતાડવાના પ્રયત્નો કરી રહ્યા છે. પાલનપુર નગરપાલિકા વિપક્ષ નેતા અંકિતાબેન ઠાકોરે ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો. પાલનપુરની બેઠક પર કોંગ્રેસ દ્વારા મહેશ પટેલને ટિકિટ આપવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના નવ વિધાનસભા બેઠક પર ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતની પાર્ટીઓ દ્વારા પોતાના ઉમેદવારોને જીતડવા માટે એડીચોટીનું જાેર લગાવવામાં આવી રહ્યું છે. પાલનપુર વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા નેતાઓ પ્રચારના મેદાનમાં ઉતર્યા છે.
ત્યારે નગરપાલિકાના વિપક્ષ નેતા અંકિતાબેન ઠાકોર પણ પાલનપુર વિધાનસભા વિસ્તારમાં અને પાલનપુર શહેરમાં ડોર ટુ ડોર પ્રચાર કરી કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાની હાકલ કરી રહ્યા છે. શહેરમાં બાળકોને ચોકલેટ અને ટોપી આપી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, પાલનપુર વિધાનસભા બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. આ બેઠક પર કોંગ્રેસ દ્વારા સીટિંગ ધારાસભ્યને ફરી એક વખત રીપીટ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર તરીકે મહેશભાઈ પટેલને ટિકિટ આપી મેદાને ઉતાર્યા છે. ત્યારે ઉમેદવારને જીતાડવા નેતાઓ સહિત કાર્યકર્તાઓ એડીચોટીનું જાેર લગાવી રહ્યા છે.
Recent Comments