fbpx
ગુજરાત

પાલનપુર સુરજપુર પાસે અંડરપાસમાં નાકાબંધી કરી પોલીસે અઢી લાખનો વિદેશી દારૂ ઝડપ્યો, બેની અટકાયત

પાલનપુર તાલુકા પોલીસે સુરજપુરા ગામ પાસે અંડરપાસમાં નાકાબંધી કરી રૂ.૨ લાખ ૪૬ હજાર ૬૨૦નો વિદેશી દારૂ, મોબાઈલ અને ગાડી મળી રૂ. ૭ લાખ ૫૦ હજાર ૧૨૦ના કુલ મુદ્દામાલ સાથે બે ઇસમોની અટકાયત કરી છે. જ્યારે ચાર ઈસમો વિરુદ્ધ પાલનપુર તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. પાલનપુર તાલુકા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક એક્સયુવી ગાડીમાં બે ઇસમ અમીરગઢથી હેબતપુર ગામમાં થઈ સૂરજપુરા ગામના અંદરપાસ નાળામાં થઈ પાલનપુર તરફ આવનાર છે. જેને લઈ પોલીસ દ્વારા સુરજપુરા ગામ પાસેના અંડરપાસ નાળામા નાકાબંધી કરવામાં આવી હતી. ત્યારે રાત્રીના સમયે એક્સયુવી ગાડીને ઉભી રખાવી ગાડીમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં ગાડીની ડીકીમાં તેમજ પાછલી સીટ પર અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટનો ૨૪૩ નંગ બોટલ વિદેશી દારૂ જેની કિંમત રૂ. ૨ લાખ ૪૬ હજાર ૬૨૦ તેમજ મોબાઈલ અને ગાડી મળી કુલ ૭ લાખ ૫૦ હજાર ૧૨૦ રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો. જેમાં ગાડીમાં સવાર બે ઇસમોની અટકાયત કરી હતી, જ્યારે ચાર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.

Follow Me:

Related Posts