પાલનપુર હાઈવે પરથી એક હજારથી વધુ લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે. પાલનપુર પોલીસે પીકઅપ વાનમાંથી ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે. રાજસ્થાનના બાડમેરથી શંકાસ્પદ ઘી અમદાવાદ લઈ જવાતું હોવાનું સામે આવ્યું છે. ફુડ વિભાગે ઘીના સેમ્પલ લઈ લેબમાં પરીક્ષણ માટે મોકલ્યા છે તો પાલનપુર તાલુકા પોલીસે ઘીનો જથ્થો સીઝ કરી કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ફૂડ વિભાગે બનાસકાંઠાની ડીસા ય્ૈંડ્ઢઝ્રમાં દરોડા પાડીને ખાનગી કંપનીમાંથી શંકાસ્પદ મરચાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. મેજીક બોક્સથી તપાસ કરતા મરચું કેમિકલવાળું હોવાનું સામે આવ્યું હતું. ત્યારે પાલનપુર પોલીસે ૧૨૭૦ લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે.
પાલનપુર હાઈવે પરથી પોલીસે ૧૨૭૦ લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો

Recent Comments