પાલનપુર હાઈવે પર અકસ્માતમાં બાઈકચાલકનું મોત
બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સીલસીલો યથાવત જાેવા મળી રહ્યો છે. જેમા આબુરોડ પાલનપુર નેશનલ હાઈવે પર અમીરગઢ ઇકબાલગઢ વચ્ચે એક બાઈક સવારને કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક સવારનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવના પગલે અમીરગઢ પોલીસ અને જાણ થતા અમીરગઢ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અકસ્માત સર્જલ અજાણ્યો વાહનની શોધખોળ હાથ ધરી હતી.બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ ઈકબાલગઢ હાઈવે વચ્ચે એક બાઈક સવારને અજાણ્યા વાહને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં બાઈક સવારનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિ ઇજા પહોંચતા નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. બનાવના પગલે અમીરગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાશ હાથ ધરી છે.
Recent Comments