fbpx
અમરેલી

પાલિકા પોલીસ ની નિષફળતા દામનગર પ્રશાસનિક તંત્ર ને બે માસ માં બીજું આવેદન પત્ર સીતારામનગર ને રહેમતનગર બનાવવા સામે રોષ

દામનગર પ્રશાસન ની નિષ્ક્રિયતા બે માસ બે વાર અપાયેલ આવેદન પત્ર સંદર્ભે વ્યવસ્થા તંત્ર એ શું પગલાં લીધા ? વારંવાર સીતારામનગર ને રહેમતનગર દર્શાવતા બીજી વાર સમસ્ત હિન્દૂ સમાજ નું રોષભેર પોલીસ અને પાલિકા તંત્ર ને આવેદન પત્ર  દામનગર શહેર માં ૪૫ થી ૫૦ વર્ષ પહેલાં પૂજ્ય મોરારીબાપુ ના સીતારામ ટ્રસ્ટ દ્વારા નિર્માણ રહેણાંક વિસ્તાર ને વારંવાર રહેમતનગર તરીકે પ્રસ્થાપિત કરવા સામે સમસ્ત હિન્દૂ સમાજ માં ભારે નારાજગી  શહેર ના સમસ્ત હિન્દૂ અગ્રણી ઓની ઉપસ્થિતિ માં સમગ્ર શહેરભર માંથી અસંખ્ય હિન્દૂ સંગઠનો ની ગાયત્રી મંદિર પરિસર માં મીટીંગ બાદ રેલી રૂપે સ્થાનિક પોલીસ અને પાલિકા તંત્ર ને આવેદન પત્ર પાઠવ્યું સીતારામનગર તરીકે ૪૫ થી ૫૦ વર્ષથી પ્રસ્થાપિત રહેણાંક વિસ્તાર ને ક્યાં આધારે રહેમતનગર તરીકે દર્શાવાય છે ? બિન ખેતી હુકમ કે રેવન્યુ રેકર્ડ આકારણી પત્રક અન્ન પુરવઠા આધાર કાર્ડ જન્મ મરણ નોંધ કે અન્ય કોઈ આધાર પુરાવા વગર વારંવાર સીતારામનગર વિસ્તાર ને રહેમાનનગર શુ કામ કરવાનું ? 

આ અંગે બે માસ પહેલા પણ આવેદન પત્ર પાઠવી રજુઆત કરાય હતી પણ પ્રશાસન તંત્ર ની નિષફળતા એ કોઈ જવાબી કાર્યવાહી નહિ થતા ફરી રહેમતનગર તરીકે ઉલ્લેખ કરાતા સમગ્ર દામનગર શહેર ના સમસ્ત હિન્દૂ સમાજ માં ભારે નારાજગી વ્યાપી છે ત્યારે  પાલિકા પોલીસ અને રેવન્યુ સહિત ના સબંધ કરતા વિભાગો માં તાકીદે કડક કાર્યવાહી કરી જવાબદારો સામે પગલાં લેવા બુલંદ માંગ ઉઠી રહી છે આજે બે માસ દરમ્યાન સ્થાનિક પોલીસ અને નગરપાલિકા ને બીજી વાર આવેદન પત્ર પાઠવતા શહેરીજનો ની રજુઆત અંગે કોઈ કાર્યવાહી થઈ હોય તો બીજી વાર આ સમસ્યા ઉભી કેમ થઈ તંત્ર ના આંખ આડા કાન કેમ ? વર્ષો થી સીતારામનગર તરીકે પ્રસ્થાપિત વિસ્તાર ને નામ બદલવા કોનો દોરી સંસાર ? બિન ખેતી રહેણાંક માં વાણિજ્ય અને કોમર્શિયલ બેફામ ઉપીયોગ સામે તંત્ર ઘુંટણી એ કેમ પડ્યું ? જેવા અનેક સવાલ કરતા શહેરીજનો ની સીતારામનગર ને સીતારામનગર રહેવા દો ની બુલંદ માંગ ઉઠી રહી છે હવે જોવા નું રહ્યું તંત્ર પગલાં લેશે કે ફરી આવેદન પત્ર આપવું પડશે ? પરાભવ થી સીતારામનગર તરીકે ઓળખાતા સૌથી મોટી આર્થિક પછાત વસાહત નું નામ બદલવા માં કોને શા માટે રસ છે ?

Follow Me:

Related Posts