પાલિકા માં ચૂંટાયા બાદ રાતો રાત પેવર બ્લોક પ્લાન્ટ ઉભા કર્યા. દામનગર નગરપાલિકાનો કાયદો ગમે તે હોય ફાયદો સત્તાધીશો નો હોય તો ટેન્ડર કે આવશ્યક સેવા ના કોન્ટ્રાક મળે
દામનગર નગરપાલિકા નો કાયદો ગમે તે કહે ફાયદો અમારો જ પાલિકા સત્તાધીશો નો હઠાગ્રહ એકદમ કાચા માથે ઉભા રહેવા થી કાચ જેમ પેવર બ્લોક ભુક્કો થઈ જાય તેવા પેવર બ્લોક નખાય રહ્યા છે તેથી નારાજ રહીશો એ બજરંગનગર અને બહારપરા વિસ્તાર માં ચાલતા પેવર બ્લોક ના નબળી ગુણવત્તા ને લઈ સ્થાનિકો એ પંચરોજ કરી લેબ પરીક્ષણ માં પેવર બ્લોક મોકલવા ની પાલિકા સમક્ષ લેખિત માંગ કરવા છતાં પાલિકા તંત્ર એ દરકાર નહિ લેતા સ્થાનિકો દ્વારા પંચરોજ કામ કરી પેવર બ્લોક ગુજરાત રિચર્સ માં મોકલવવા નમૂના લીધા દામનગર શહેર ની નગરપાલિકા ની આવશ્યક સેવા હોય કે વિકાસ કામો પાલિકા ના સત્તાધીશો ની ભાગીદારી વગર ચાલે જ નહીં છભાડીયા રોડ ઉપર ચાલતા પેવર બ્લોક ના કામ માં નબળી ગુણવત્તા મુ કામ થતું હોય
સ્થાનિક રહીશો એ પાલિકા સત્તાધીશો ને સ્થળે હાજર રહી પંચ રૂબરૂ નમૂના લેબ પરીક્ષણ માં મોકલવા ની લેખિત રજુઆત પછી સત્તાધીધો હાજરી નહિ રહેતા સ્થાનિક રહીશો ના પંચ દ્વારા લેવાયા પેવર બ્લોક ના નમૂના મેળવ્યા હતા જેમાં સ્થાનિક વોર્ડ ના એકમાત્ર સભ્ય હાજર રહ્યા હતા પાલિકા અધિનિયમ ૧૯૬૩ ની હિત સબંધ ની જોગવાઈ માં ચૂંટાયેલ સત્તાધીશો પાલિકા સાથે વેપાર કોન્ટ્રક નહિ રાખવા સ્પષ્ટ મનાઈ હોવા છતાં દામનગર પાલિકા ના વિપરીત વલણ ટેન્ડર મેળવવું હોય તો પાલિકા ના સદસ્ય ના કારખાના માંથી જ પેવર બ્લોક ખરીદ કરવા નું ફરજિયાત છે
પાલિકા સત્તાધીશો માં ભાગીદારી વગર કોઈ વિકાસ કામ કે આવશ્યક સેવા ઓનો કોન્ટ્રક મળી ન શકે કાયદો ભલે ગમે તે કહે પણ ફાયદો તો શાસક નો હોવો જોઈએ દામનગર શહેર માં પાલિકા માં સત્તાધીશો ના પેવર બ્લોક કારખાના દિવસ રાત ચાલવા જ જોઈ એ જુના પેવર બ્લોક ઉખેડી નવા નાખવા નું સતત કામ ચાલે છે છભાડીયા રોડ ઉપર ચાલતા પેવર બ્લોક ના કામ વપરાતા બ્લોક માં સિમેન્ટ નહિ પણ રાખ વપરાય રહી હોય તેમ સંપૂર્ણ કાચા પેવર બ્લોક ઉપર ઉભા રહેવા થી ભૂકો થઈ જાય છે ખોડિયારનગર સહિત ના વિસ્તારો માં જુના પેવર બ્લોક ઉખેડી નવા નાખવા ની કામગીરી ચાલે છે જુના પેવર બ્લોક મફત જોઈ એ તેને લઈ જવા ની છૂટ પાલિકા શાસકો ની ભ્રષ્ટ વૃત્તિ પોતા ના પેવર બ્લોક લેવાઈ તોજ ટેન્ડર મંજુર કરાય છે
પેવર બ્લોક માં વપરાતી રેતી કપચી રોલયટી વગર પેવર પેવર બ્લોક ની માપ પોથી કે ફોટોગ્રાફ વગર કોઈ લેબ પરીક્ષણ વગર સદસ્યો ના કારખાને થી જુના પેવર બ્લોક ઉખેડી નવા પેવર બ્લોક નાખવાનો વિકાસ બેફામ પ્રાદેશિક કમિશનર કે શહેરીવિકાસ વિકાસ વિભાગ ના આશીર્વાદ થી ચાલી રહ્યા છે એકજ રસ્તા દિશા બદલી ને બે વખત મંજૂર કરવાનનું કૌભાંડ એક વખત જમણી બાજુ ની ઓળખ બીજી વખત એજ રસ્તા ને ડાબી બાજુ ની ઓળખ આપી રસ્તા બનાવાય છે આર એન્ડ બી રેલવે ની હદ કે ખાનગી માલિકી માં પણ પાલિકા તંત્ર પેવર બ્લોક પાથરી સરકારી નાણાં ની કાયમી ઉચાપત અંગે સબંધ કરતા તંત્ર આંખ આડા કાન કેમ ? બિન સંપાદિત રસ્તા ઓમાં કરોડો ના ખર્ચે પેવર બ્લોક ગૌચર પડતર ના મેદાનો મઢી વારંવાર પેવર ઉખેડવા નો વિકાસ ક્યાં સુધી ?
Recent Comments