પાલિતાણાના લુવારવાવ ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો
આરોગ્ય વિભાગ, જિલ્લા પંચાયત, ભાવનગર દ્વારા આયુષ્માન કેમ્પેઈન- ગુજરાત રાજય અંતર્ગત સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લુવારવાવ ખાતે પાલીતાણાના ધારાસભ્યશ્રી ભીખાભાઇ બારૈયા, જાહેર આરોગ્ય સમીતીના ચેરમેનશ્રી અશોકભાઇ સોલંકી તથા અન્ય સ્થાનીક પદાધિકારીશ્રીઓ દ્રારા લોકાર્પણ કરવામાં આવેલ હતું.
આ કેમ્પમાં સ્ત્રી રોગ, બાળ રોગ, ચામડીના રોગ, જનરલ ફિજિશ્યન, જનરલ સર્જન, આંખના સર્જન જેવા નિષ્ણાંત તબીબો દ્વારા સેવાઓ આપવામાં આવેલ હતી. સર્વ રોગ નિદાન કેમ્પની સાથે યોગા કેમ્પનો શુભારંભ કરવામાં આવેલ હતો. આ કેમ્પમાં GCRI (ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટીટયુટ) ના સહયોગથી સ્તન અને ગર્ભાશયના મુખના કેન્સરની તપાસ તમામ અદ્યતન મશીનરી દ્વારા કરવામાં આવી હતી જેનો ૩૦ વર્ષથી મોટી ઉંમરની તમામ બહેનો લાભ લઇ શકતા હોઇ કુલ-૮૯૬ સ્ત્રીઓએ લાભ લીધેલ હતો.
ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી, ભાવનગરના સહયોગથી ‘‘રક્તદાન મહાદાન’’ ને સાર્થક કરવા રક્તદાનવીરો માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. આ ઉપરાંત એનીમીયા મુકત ભારત અંતર્ગત T3 કેમ્પનું આયોજન કરવામાં આવેલ જે અંતર્ગત તમામ ૩૧૫ જેટલી કિશોરીઓના લોહીના ટકાની તપાસ તથા લોહીના વિવિધ રીપોર્ટ (ડાયાબીટીસ, એચબી વિગેરે) અંદાજે ૧૩૫૦ લોકોએ કરાવેલ હતો. આરોગ્ય વિષયક સેવાઓ થકી અંદાજીત ૨૭૯૬ લાભાર્થીઓએ આ કેમ્પનો લાભ લીધેલ હતો. આમ, લુવારવાવ ગામે યોજાયેલ સર્વરોગ નિદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધેલ હતો તેમજ લોકોને ઘરઆંગણે જ તજજ્ઞ તબીબી સેવાઓ મળેલ કેમ્પને સફળ બનાવવા જિલ્લા તેમજ તાલુકાના આરોગ્ય અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓએ ખુબ ઝહેમત ઉઠાવેલ હતી.
Recent Comments