ભાવનગર

પાલિતાણામાં ફેરિયાઓએ ઓળખકાર્ડ રિન્યૂ કરાવવા અપીલ

પાલીતાણા નગરપાલિકા વિસ્તારમાં ફેરીની પ્રવૃતિ કરતા ફેરીયાઓને જણાવવાનું કે ગુજરાત રાજ્ય શેરી ફેરીયા (આજીવિકા રક્ષણ અને ફેરીની પ્રવૃત્તિનું નિયમન) નિયમો – ૨૦૧૮ અન્વયે પાલીતાણા નગરપાલિકા વિસ્તારમાં કુલ ૬૬૯ (છસ્સો ઓગણસિતેર) ફેરીયાની નોંધણી થયેલ છે.

આ તમામ ફેરીયાઓને ઓળખકાર્ડ આપવામાં આવેલ છે તેની સમયમર્યાદા પુર્ણ થઇ ગયેલ છે તો સરકારશ્રીના નિયમોનુસારની ફી ભરી નવુ ઓળખકાર્ડ આ પ્રસિધ્ધ તારીખથી દિન ૩૦ માં નગરપાલીકા પાલીતાણા ખાતેથી કઢાવી લેવાનું રહેશે.

Related Posts