fbpx
ભાવનગર

પાલિતાણામાં ૨૧૫ કેરેટના હીરાની ચોરીઃ સીસીટીવીનું ડીવીઆર પણ ગાયબ

જિલ્લાના પાલિતાણા શહેરના પોપડો નામના વિસ્તારમાં આવેલા એક હીરાના કારખાનામાં તસ્કરોએ લાખોના હીરાની ચોરીને અંજામ આપ્યો હતો, કારખાનામાં ત્રાટકેલા તસ્કરો લાખો રૂપિયાના હીરા તથા રોકડ રકમની ચોરી કરી નાસી છૂટ્યા હતા.

પાલિતાણાના પોપડો વિસ્તારમાં આવેલા હરેશભાઈ રવજીભાઈ જાદવની માલિકીના હીરાના કારખાનામાં ગઈકાલે રાત્રીના કોઈ સમયે અજાણ્યા તસ્કરો કારખાનાનો દરવાજાે તોડી અંદર પ્રવેશ્યા હતા. કારખાનામાં પ્રવેશ કરી તસ્કરોએ ઓફીસના ખુણામાં રાખેલી લોખંડની તિજાેરી તોડી હતી અને તેમાં રાખેલા તૈયાર હીરા કરેલા તેમજ રફ હીરા આશરે ૨૧૫ કેરેટના જેની કિંમત રૂા.૭.૮૦ લાખ તેમજ રોકડા રૂા.૭૦ હજાર તેમજ સીસીટીવીનું ડી.વી.આર. કે જેની કિંમત રૂા.૫૦૦ મળી કુલ રૂા.૮.૫૫ લાખની કિંમતનો મુદ્દામાલ ઉઠાવી પલાયન થઈ ગયા હતા.

રોજિંદા સમય મુજબ કારખાનાના માલિક સવારે પોતાના કારખાને પહોંચ્યા ત્યારે તેઓને ચોરી થઇ હોવા અંગે જાણ થઈ હતી. જેથી તેઓએ પાલિતાણા ટાઉન પોલીસને કારખાનામાં ચોરી થયા ની જાણ કરી હતી. ચોરી અંગે જાણ થતાં પાલીતાણા ટાઉન પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો તેમજ ચોરી અંગે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.

હીરાના કારખાનામાં ચોરીનો બનાવ બનતા પાલીતાણા ટાઉન પોલીસે ઝીણવટ ભરી તપાસ હાથ ધરી તસ્કરોને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

Follow Me:

Related Posts