પાલિતાણા ખાતે પ્રાકૃતિક કૃષિની ક્લસ્ટર બેઝ તાલીમો કરવા અંગે બેઠક યોજાઈ
પાલીતાણા ખાતે શેત્રુજી ડેમ બુનિયાદી શાળા, ભાવનગર જિલ્લાના ખેતીવાડી અને બાગાયત વિભાગના તમામ વર્ગ ૧ અને ૨ ના અધિકારીઓ તેમજ જિલ્લાના તમામ વિસ્તરણ અધિકારી(ખેતી), ગ્રામસેવક(ખેતી), ખેતી મદદનીશ, આત્મા સ્ટાફની પ્રાકૃતિક કૃષિની ક્લસ્ટર બેઝ તાલીમો કરવા માટેની એક માર્ગદર્શક તાલીમ/મીટીંગ યોજવામાં આવશે હતી. જેમાં જે. એન. પરમાર, પ્રોજેકટ ડાયરેકટર (આત્મા) અને જે. ડી. ચાવડા ડેપ્યુટી પ્રોજેકટ ડાયરેકટર(આત્મા) દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ હતું. પાંચ ગ્રામપંચાયતના એક ક્લસ્ટરમાં દરેક ગ્રામપંચાયતમાં ખરીફ ઋતુમાં 4 પ્રાકૃતિક કૃષિની તાલીમો આપવા અંગે આયોજન કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ હતી.
Recent Comments