પાલિતાણા ખાતે ફાગણ સુદ-તેરસે યોજાતી જૈન સમાજની યાત્રા મોકૂફ
જૈન સમાજની ધાર્મિક દૃષ્ટિએ અતિ મહત્વની એવી તિર્થનગર પાલિતાણા ખાતે યોજાતી ફાગણ સુદ તેરસની યાત્રા આ વર્ષે કોરોના મહામારીને કારણે મોફૂક રાખવાનો ર્નિણય કરાતા જૈન સમાજમાં નિરાશા ફેલાઇ જવા પામી છે.
આગામી ફાગણ સુદ-૧૩ને તા.૨૬/૩/૨૦૨૧ શુકવારના રોજ પવિત્ર ગિરિરાજ શેત્રુંજય મહાતીર્થ છ ગાઉની યાત્રામાં પધારનાર તમામ ભાઈઓ-બહેનોને જણાવવાનું કે હાલ કોરોના મહામારીને વધતા જતા સંક્રમણ અને સરકારી સૂચનોને ધ્યાને રાખી યાત્રિકોની સુરક્ષા સ્વાસ્થ્ય વગેરે કારણોસર આ વર્ષે છ ગાઉની યાત્રા મોકૂફ રાખવામાં આવી છે.
Recent Comments