fbpx
ભાવનગર

પાલિતાણા ખાતે શેત્રુંજય યુવક મંડળ અને જેમ્સ ગેમ્સ, લંડનના સહયોગથી મેડિકલ સેન્ટરની શરૂઆત કરવામાં આવી

શેત્રુંજય યુવક મંડળ અને આદપુર ગ્રામ પંચાયતના સહયોગથી આદપુર ગામમાં મેડિકલ સેન્ટરની શુભ શરૂઆત કરવામાં આવી. આ મેડિકલ સેન્ટરનું ઉદ્ઘાટન પ્રાંત અધિકારીશ્રી સિદ્ધાર્થસિંહ ગઢવી અને જૈન શ્રેષ્ઠી અમિતભાઈએ ગામનાં સરપંચશ્રી, તાલુકા સભ્ય અને ગ્રામજનોની હાજરીમાં કર્યું હતું.આ મેડિકલ કેન્દ્રની શરૂઆત કરવામાં જૈન ગેમ્સ ગૃપ, લંડનનો મોટો ફાળો રહ્યો છે. ઉલ્લેખનીય છે કે,  શેત્રુંજય યુવક મંડળ દ્વારા આજે બીજા મેડિકલ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધી ૧,૦૦૦ થી વધારે દર્દીઓની સારવાર થઈ ચૂકી છે.

પ્રાંત અધિકારીશ્રી ગઢવીએ આ આરોગ્ય કેન્ર્ીની શરૂઆત થવાથી પાલિતાણામાં આરોગ્ય સેવામાં વૃધ્ધિ થઇ છે. પાલિતાણા નગર અને તેની આસપાસના લોકોને તેનાથી વ્યાપક આરોગ્ય સુવિધા મળશે.તેમણે ગ્રામજનોની સ્વસ્થ અને વ્યસનમુક્ત જીવનશૈલી અપનાવી કોઇ બિમાર જ ન પડે તે માટે અનુરોધ કર્યો હતો. શેત્રુંજય યુવક મંડળના યુવાનો દર રજામાં મુંબઇથી સેવાના કાર્યો માટે પાલીતાણા આવે છે. આ પાલીતાણામાં બીજું દવાખાનું છે. ભવિષ્યમાં વ્યસનમુક્તિ અભિયાન અને કુપોષણ હટાવો જેવાં વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે તેની ભૂમિકા પણ આ અવસરે રજૂ કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts