પાલીતાણામાં પોષણ માસની ઉજવણી અંતર્ગત આઇ.સી.ડી.એસ. વિભાગ દ્વારા વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.આંગણવાડી કેન્દ્રો ખાતે બાળ તંદુરસ્તી સ્પર્ધા યોજાઈ હતી. જેમાં બાળકોના વજન, ઊંચાઈ કરવાની સાથે બાળકને પોષણયુક્ત આહાર મળી રહે તે અંગે બાળકોના વાલીઓ સાથે પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી.સી.ડી.પી.ઓ.અલ્પાબેન મકવાણાએ વિવિધ આંગણવાડી કેન્દ્રો ખાતે ધાત્રી માતાઓ, સગર્ભા બહેનો, કિશોરીઓને પોષણયુક્ત આહારની જાણકારી આપી દૈનિક ભોજનમાં પોષણ જળવાઈ રહે તે અંગેનું માર્ગદર્શન આપ્યું હતું.
પાલીતાણાની આંગણવાડી કેન્દ્રોમાં થઇ રહી છે પોષણ માસની ઉજવણી

Recent Comments