ભાવનગર

પાલીતાણાની માનસિંહજી હોસ્પિટલના ફાર્મસીસ્ટ શ્રીમતી જાગૃતિબેનની તરણ સ્પર્ધામાં અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી

પાલીતાણાની માનસિંહજી હોસ્પિટલમાં ફાર્માસીસ્ટ તરીકે ફરજ બજાવતા શ્રીમતી જાગૃતિબેન સંજયભાઈ પરમારે ગાંધીનગર ખાતે યોજાયેલ તરણ સ્પર્ધામાં ૫૦ મીટર બટરફ્લાય સ્પર્ધામાં તેમજ ૧૦૦ મીટર ફ્રી સ્ટાઇલ મિડલે રિલે સ્પર્ધામાં તૃતીય સ્થાન પ્રાપ્ત કરીને અનેરી સિધ્ધિ હાંસલ કરી છે.

તરણ સ્પર્ધા ૩૦૦ જેટલાં સરકારી કર્મચારીઓ વચ્ચે યોજાઇ હતી. જેમાં જાગૃતિબેનને ૨ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી રાષ્ટ્રીય કક્ષાએ નામ રોશન કર્યું હતું. જેથી બરોડા વિભાગીય નિયામકશ્રી ડો. કમલ મિશ્રાના હસ્તે વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. જાગૃતિબેનની રમતગમત ક્ષેત્રની સિદ્ધિથી જિલ્લાની સરકારી હોસ્પિટલ તથા પાલીતાણા માનસિંહજી હોસ્પિટલના કર્મચારીઓમાં હર્ષની લાગણી ફેલાઇ જવાં પામી છે.

Related Posts