fbpx
ભાવનગર

પાલીતાણામાં આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા ‘અન્નપ્રાશન મંગળ દિવસની’ ઉજવણી કરવામાં આવી

સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાની ૨૦૧ જેટલાં આંગણવાડી કેન્દ્રોમાં આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા આજે ઓગસ્ટ-૨૦૨૪ના માસના ત્રીજા મંગળવારે ‘અન્નપ્રાશન દિવસની’ ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસની ઉજવણી અંતર્ગત જે બાળકોને ૬ માસ પૂર્ણ થયા હોય અને પૂરક પોષણની જરૂરિયાત હોય તેવા બાળકોના સર્વાંગી વિકાસ માટે આંગણવાડી કેન્દ્રોમાં ‘બાલશક્તિ’ ના પેકેટ પૂરક આહાર તરીકે આપવામાં આવે છે. આજે ‘અન્નપ્રાશન દિવસ’ની ઉજવણી નિમિત્તે આંગણવાડી કાર્યકર બહેનોએ લાભાર્થી બાળકોની માતાઓને બાળકોને આપવામાં આવતું પૂરક પોષણ અને તેની જરૂરીયાત, તેનું મહત્વ, ઉપરી આહારની બનાવટમાં વિવિધતા અંગે તેમણે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતુ.  આ  અવસરે લાભાર્થી બાળકોને મનોરંજનની રમત- ગમત સહિતની વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ સી.ડી.ઓ.પી.ઓ.શ્રી અલ્પાબેન મકવાણાના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ઉજવવામાં આવ્યો હતો.

Follow Me:

Related Posts