પાલીતાણા ખાતે યોજાનાર કાર્તિકી પૂનમના જૈન મેળામાં ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે માટે “નો પાર્કિંગ” અંગે જાહેરનામુ બહાર પડાયુ
આગામી તા. ૨૬-૨૭/૧૧/૨૦૨૩ ના રોજ કાર્તિકી પુનમનો જૈન મેળો પાલીતાણા ખાતે યોજાનાર છે. જેમાં વાહનો મોટી સંખ્યામાં આવતા હોય છે. જેથી ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે હેતુસર પાલીતાણા છેલ્લા ચકલાથી જય તળેટી સુધીનાં જાહેર રોડની બંને સાઈડમાં તા. ૨૬/૧૧/૨૦૨૩ થી તા. ૨૭/૧૧/૨૦૨૩ (દિન-ર) માટે વાહન પાર્કીંગ ન કરે તે માટેનું “નો પાર્કીંગ” નું જાહેરનામું પ્રસિધ્ધ કરવા પોલીસ અધિક્ષકશ્રી, ભાવનગરના પત્રથી દરખાસ્ત રજુ થયેલ છે. જે દરખાસ્ત મુજબનું જાહેરનામું બહાર પાડવું ઉચિત જણાતા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩ (૧)(બી) હેઠળ મળેલ અધિકારની રૂઈએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, ભાવનગર દ્વારા આથી પાલીતાણા છેલ્લા ચકલાથી જય તળેટી સુધીનાં જાહેર રોડની બંને સાઈડમાં વાહનો પાર્કીંગ ન કરવા તા. ૨૬/૧૧/૨૦૨૩ થી તા. ૨૭/૧૧/૨૦૨૩ સુધી દિન -૨ માટે “નો પાર્કીંગ ઝોન” જાહેર કરેલ છે.આ જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા હેડકોન્સ્ટેબલથી નીચેના દરજજાના ન હોય તેવા ફરજ ઉપરના કોઈપણ અધિકારીશ્રી અધિકૃત રહેશે. આ જાહેરનામાનો ઉલ્લંધન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ -૧૯૫૧ ની કલમ -૧૩૧ હેઠળ શિક્ષા થશે.
Recent Comments