ભાવનગર

પાલીતાણા જન્માષ્ટમી મેળાનાં અનુસંધાને “રસ્તાઓ ડાયવર્ટ” અંગેનું જાહેરનામું બહાર પડાયુ

ભાવનગર જિલ્લાનાં પાલીતાણા ખાતે આગામી તા.૦૬/૦૯/૨૦૩ના રોજ જન્માષ્ટમી તહેવારની ઉજવણી થનાર હોય અને આ ઉજવણી દરમ્યાન ભવ્ય શોભાયાત્રા નીકળનાર હોય તેમજ તા.૦૬/૦૯/૨૦૩ ના સાતમના તહેવાર અનુસંધાને મોટી સંખ્યામાં માણસો રાત્રિનાં સમયે રોશની જોવા નીકળનાર હોય જેથી ટ્રાફિકને લગતો કોઇ પ્રશ્ન ઉભો ન થાય અને ટ્રાફીક વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પાલીતાણા શહેરનાં રસ્તાઓને તા.૦૬/૦૯/૨૦૨૩ ક.૧૩/૦૦ થી તા.૦૭/૦૯/૨૦૩ ક.૨૪/૦૦ સુધી ડાયવર્ટ જાહેર કરવા અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ કરવા પોલીસ અધિક્ષકશ્રી, ભાવનગરથી દરખાસ્ત રજુ થયેલ છે. જે અનુસાર ટ્રાફીક નિયમન કરવા સારૂ જાહેરનામું બહાર પાડવું જરૂરી જણાતા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કામ-૩૩(૧)(બી) અન્વયે મળેલ સત્તાની રૂઇએ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ભાવનગર દ્વારા પાલીતાણા શહેરમાં અમુક રસ્તાઓને તા.૦૬/૦૯/૨૦૨૩ ૬.૧૩/૦૦ થી તા.૦૭/૦૯/૨૦૩ ૬ ૨૪/૦૦ સુધી “ડાયવર્ટ” જાહેર કરવામાં આવેલ છે.

જેમાં ભાવનગર તરફથી પાલીતાણા તરફ આવતા વાહનોને રેલ્વે ક્રોસીંગ (ફાટક)થી જમણી બાજુ જતાં બાયપાસ રોડ થઇ સરદારનગર ચોકડી થઇ, ગારીયાધાર રોડ ત્રણ રસ્તા થઈ સિન્ધી કેમ્પ, મહાવીર પેટ્રોલ પંપ થઇને તળેટી તરફ જતા રોડ સુધી, તળાજા તરફથી આવતા વાહનોને ગરાજીયા રોડ, ભીલવાસ તરફથી સાદડીભવન વાળા રસ્તે થઇ તળેટી રોડથી માનસિંહજી હોસ્પીટલ, મહાવીર પેટ્રોલપંપ, ગારીયાધાર રોડ ચોકડી થઇને ભાવનગર બાયપાસ તરફ જતા રોડ સુધીનાં રસ્તાઓને ડાયવર્ટ કરવામાં આવ્યા છે.

આ જાહેરનામાંની જોગવાઇમાંથી પોલીસ વિભાગના, મહેસુલ વિભાગના તેમજ જાહેર સુખાકારી માટે નગરપાલીકાએ મુકેલા વાહનો, જાહેર સેવા માટેનાં સરકારી વાહનો, રાજ્ય વાહન વ્યવહાર નિગમનાં વાહનો, ફાયર બ્રીગેડ, એમ્બ્યુલન્સ, તેમજ ગુજરાત વિદ્યુત બોર્ડનાં ઇમરજન્સી વાહનોને મુક્તિ આપવામાં આવે છે. આ જાહેરનામાની અવધિ દરમ્યાન વૃધ્ધ, અશકત, યાત્રીકોને લાવવા લઇ જવા માટે વાહનોનાં ઉપયોગની પરવાનગી સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી, પાલીતાણા આપી શકશે. આ હુકમનો ભંગ/ઉલ્લંધન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર થશે. જાહેરનામાનો અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા માટે ફરજ ઉપરના કોઈપણ હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરના અધિકારીને અધિકાર રહેશે.

Related Posts