fbpx
ભાવનગર

પાલીતાણા જાળીયા માનાજી ગામે ૧૦૮ ટીમ દ્વારા મહિલાને પીડા ઉપડતાં એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવી બાળક અને માતાનો જીવ બચાવ્યો

        પાલીતાણા તાલુકાના જાળીયા માનાજી ગામે પાલીતાણા ૧૦૮ ની ટીમે સગર્ભાનો કેસ મળતાં પાલીતાણા ૧૦૮ ની ટીમના પરેશ ભાલિયા અને પાયલોટશ્રી સંદીપસિંહ તાત્કાલિક જાળીયા માનાજી ગામે પહોંચ્યાં હતાં. સ્થળ પર પહોંચતા મહિલા અને બાળક બંન્નેનો જીવ જોખમમાં હોવાથી ૧૦૮ ની ટીમ દ્વારા તેમને હોસ્પિટલમાં લઇ જવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તેઓ જ્યારે રસ્તામાં જ હતાં ત્યારે માતાને પ્રસૂતિની પીડા ઉપડતાં એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ કરાવવામાં આવી હતી.

        આ રીતે એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ કરાવી માતા અને બાળકનો જીવ બચાવવામાં આવ્યો હતો અને આ માતા અને નવજાત બાળકને સુરક્ષિત રીતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. જેમાં પાલીતાણા 108 ટીમ ઇ.ટી.એમ. પરેશ ભાલિયા અને પાયલોટશ્રી સંદીપ સિંહ સોઢા દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી હતી અને પરિવારજનો દ્વારા તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.આમ, પાલીતાણા તાલુકા છેવાડાના ગામ નામાનાજી જાલીયાના ગામના એક કોલથી સગર્ભા અને નવજાતનો જીવ બચાવીને ૧૦૮ ની સેવા ફરીથી એક વાર ફરીથી સંજીવની સાબિત થઇ છે.

Follow Me:

Related Posts