fbpx
ભાવનગર

પાલીતાણા તાલુકાના કદમગીરી ગામના ખેડૂત વનરાજભાઈ કામળીયા પ્રાકૃતિક ખેતીક્ષેત્રે અલગ કેડી કંડારી બન્યાં આત્મનિર્ભર

એક સમયે રાસાયણિક ખાતર દ્વારા ખેતી કરતા ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના કદમગીરી\(બોદાનાનેસ) ગામના એક ખેડૂત છ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી તેમાંથી મબલખ પાકનું ઉત્પાદન મેળવી અલગ અલગ માર્કેટયાર્ડમાં વેચાણ કરી સારી એવી કમાણી કરી રહ્યા છે. કદમગીરી ગામના ખેડૂત શ્રી વનરાજભાઈ કામળીયા છ વર્ષ પહેલાં આત્મા પ્રોજેક્ટના અને બાગાયતી સેમિનાર દ્વારા ખેતી અંગેના ફાયદા જણાતા તેઓએ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. આજે તેઓ એક વિધા દીઠ બે થી અઢી લાખની આવક મેળવે છે.

આ ઉપરાંત છ વર્ષમાં સંખ્યાબંધ ખેડૂતોએ તેમના ખેતરની મુલાકાત લીધી છે તેમજ એમણે શ્રી સુભાષ પાલેકર પ્રેરિત પ્રાકૃતિક ખેતીના સેમિનારના માર્ગદર્શન થકી તેઓ પણ લાખોની આવક મેળવતા થયા છે. વધુમાં તેમને જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી થકી વર્ષે એક સાથે અનેક પાક લેતા થયા છે તેઓ કપાસ, શિંગ, સરગવો, કેળની ખેતી થકી ઉત્પાદન મેળવે છે. ગાય આધારિત ખેતીમાં તેઓ દેશી ગાયનું છાણ, ગૌમૂત્ર, જીવામૃત બનાવીને તેમનો છંટકાવ કરે છે તેથી ઉત્પાદન પણ સારું મળે છે. તેમના ખેતરમાં ઉત્પાદિત થયેલો માલ જુદા જુદા જિલ્લાનાં માર્કેટયાર્ડમાં વેચાણ કરીને મબલખ આવક મેળવે છે. તેમણે જણાવ્યું કે, માન. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત અને રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ખેડૂતોને ખુબ મદદ કરી રહ્યા છે ત્યારે બાગાયત ખાતાના અધિકારીઓ, આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ અને ખેતીવાડી ખાતાના અધિકારીઓ પણ અવારનવાર ખેડૂતના ખેતરોની મુલાકાત લઈને પ્રાકૃતિક ખેતી અંગે માહિતી અને માર્ગદર્શન આપી ખેડૂતોની સમસ્યાનું નિવારણ લાવે છે તથા પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવા પ્રોત્સાહન પૂરું પાડે છે.

Follow Me:

Related Posts