પાલીતાણા તાલુકાના નાના રાજસ્થળી ગામમાં પાણી ભરેલા ખાડામાં બે બાળકો ડૂબી જવાથી મોત
ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં એક કરુણ ઘટના બનવા પામી હતી જેમાં, બે બાળકોના ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા હતા. પાલીતાણા તાલુકાના નાના રાજસ્થળી ગામમાં પાણી ભરેલા ખાડામાં બે બાળકો ડૂબી ગયા હતા.નાના રાજસ્થળી ગામમાં સીમ વિસ્તારમાં જાંબુ લેવા જતા એક બાળક નજીકના પાણી ભરેલા ખાડામાં ન્હાવા પડ્યો હતો, જે ડૂબવા લાગતા તેને બચાવવા ગયેલો અન્ય બાળક પણ ડૂબ્યો હતો.
બંનેના મોત નીપજ્યા હતા. બે બાળકોના મોતના લીધે રાજસ્થળી ગામમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. અરમાન અને મુસ્તફા નામના બે બાળકો જાંબુડાના વૃક્ષ પાસે જાંબુડા લઈ નજીકના પાણી ભરેલા ખાડામાં ન્હાવા પડ્યા હતા. ડૂબી જવાના લીધે બંને બાળકોના મોત થયા હતા. આ ઘટનાની જાણ થતાં ગ્રામજનો તળાવના કાંઠે દોડી આવ્યા હતા. એકસાથે બે બાળકો ડૂબી જવાથી કુટુંબીજનો પર આભ તૂટી પડ્યુ હતુ. બે બાળકોના મોતથી કુટુંબ પર દુખનું આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઇ હતી.
Recent Comments