પાલીતાણા તાલુકાના હાથસણી ગામે તાલુકા પંચાયત સદસ્યશ્રી સુરપાલસિંહ સરવૈયા, પાલિતાણાના તાલુકા વિકાસ અધિકારીશ્રી જયરાજસિંહ ગોહિલ તેમજ અન્ય ગામ આગેવાનોની હાજરીમાં ૧૫મું નાણાપંચ અંતર્ગત વિવિધ કામોનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. જેમાં પેવર બ્લોક (ગ્રામ્ય કક્ષા), ભૂગર્ભ પાણીનો ટાંકો (ગ્રામ્ય કક્ષા), ટોઇલેટ બ્લોક (ગ્રામ્ય કક્ષા), ભૂગર્ભ ગટર (ગ્રામ્ય કક્ષા), પાણીનો ટાંકો (તાલુકા કક્ષા) સહિતના કામોનું ખાત મુહુર્ત કરી કામો ચાલુ કરાવવામાં આવ્યા તેમજ જાળીયા અમરાજી અને હાથસણી ગામે આવેલ પ્રાથમિક શાળાઓની પણ મુલાકાત લઈને શિક્ષણ કાર્ય તેમજ શાળાઓના જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
પાલીતાણા તાલુકાના હાથસણી ગામે વિવિધ કામોનું ખાતમુર્હુત કરાયું

Recent Comments