ભાવનગર

પાલીતાણા તાલુકાની વાળુકડ કેન્દ્રવર્તી શાળામાં લર્નિંગ બાય ડુઈંગ પ્રોજેક્ટ દ્વારા બાળકોએ 73 કૃતિઓનું નિર્માણ કર્યું

વાળુકડ કેન્દ્રવર્તી શાળામાં આજરોજ L.B.D. (લર્નિંગ બાય ડુઈંગ) કીટ માંથી 73 મોડલનું નિર્માણ સાત બાળકોની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. ગણિત-વિજ્ઞાન શિક્ષક હિરેનભાઈ કયાડાના માર્ગદર્શનથી બાળકોએ સુંદર રીતે વર્કિંગ મોડેલ બનાવી જાતે ચાર્ટ નિર્માણ કરી 73 કૃતિઓનું ભવ્ય પ્રદર્શન શાળામાં યોજ્યું હતું. વાળુકડ કેન્દ્રવતી શાળાની પેટા શાળાના ધોરણ.8ના બાળકોએ ગણિત-વિજ્ઞાન શિક્ષક સાથે આ પ્રદર્શનની મુલાકાત લઈ જ્ઞાન સાથે ગમ્મત અભિગમથી કાર્ય કર્યું હતું. 73 કૃતિ નિર્માણમાં ધોરણ 6 થી 8 ના બાળકો એ ભારે જહેમત ઉઠાવી હતી. મોડેલ નિર્માણ માટે શાળા સમય સિવાયના સમયમાં પણ અભ્યાસ કેન્દ્રી બની એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આજના દિવસે બાળકો અને શાળાને પ્રોત્સાહન પૂરું પાડવા માટે બી.આર.સી કોર્ડીનેટર પ્રતાપસિંહ પરમાર ,સી.આર.સી ધર્મેન્દ્રસિંહ પરમાર, અનિરુદ્ધસિંહ, નરેન્દ્રસિંહ તથા પેટા શાળાના આચાર્યશ્રી તથા રૂપાવટી આચાર્ય જયેશભાઈ કાકડીયા હાજર રહી પ્રદર્શન નિહાળ્યું હતું. ગણિત વિજ્ઞાન મોડલ પ્રદર્શનને સફળ બનાવવા વાળુકડ શાળા પરિવાર સંઘ ભાવથી જોડાયો હતો. બી.આર.સી તેમજ આંકોલાળી શાળા તરફથી બાળકોને પુરસ્કાર આપવામાં આવેલ. આચાર્યશ્રી દિલીપસિંહ રાઠોડ દ્વારા બાળકેન્દ્રી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપનાર તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Related Posts