ભાવનગર

પાલીતાણા તાલુકામાં તાલુકા કક્ષાના ‘ ગણિત વિજ્ઞાન – પર્યાવરણ પ્રદર્શન – 2022/23 ‘ ની અનોખી ઉજવણી

 પાલીતાણા તાલુકામાં તાલુકા કક્ષાનું ‘ ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન ‘ લુવારવાવ પ્રા.શાળા મુકામે યોજાયેલ…જેમાં મુખ્ય થીમ ‘ ટેકનોલોજી અને રમકડાં ‘ અંતર્ગત મુખ્ય પાંચ વિભાગમાં કુલ 57 જેટલી કૃતિ બાળ વૈજ્ઞાનિક દ્વારા રજૂ કરવામાં આવેલ..જેમાં આજના કાર્યક્રમનો શુભારંભ હિરેનભાઈ ભટ્ટ – પ્રાચાર્યશ્રી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અને વિજયભાઈ ચૌહાણ – સભ્ય શ્રી જિલ્લા શિક્ષણ સમિતિ ભાવનગરની વિશેષ ઉપસ્થિતિ દ્વારા કરવામાં આવેલ..આ કાર્યક્રમમાં વિવિધ શાળાના ગણિત વિજ્ઞાનના માર્ગદર્શક શિક્ષક પણ ઉપસ્થિત રહયા હતા ..આ ઉપરાંત પાલીતાણા તાલુકાના વિવિધ હાઈસ્કૂલ માંથી ગણિત વિજ્ઞાનના 10 નિર્ણાયક શિક્ષક દ્વારા શ્રેષ્ઠ કૃતિ પસંદ કરવામાં આવેલ.

જેમાં પ્રથમ વિભાગમાં પ્રથમ નંબર પર મોડેલ્સ સ્કૂલ માનવડ હાઈસ્કૂલના 1. અગ્રાવત યાજ્ઞિક 2 કાછીયાણી ધ્રુવીલ બાળવૈજ્ઞાનિક આવેલ.

જ્યારે બીજા વિભાગમાં હણોલ પ્રા શાળાના 1.પરમાર આશિકા ઘનશ્યામભાઈ. 2.ચૌહાણ ભૂમિ જેશગભાઈ બાળ વૈજ્ઞાનિક આવેલ.

ત્રીજા વિભાગમાં પ્રથમ ક્રમે સેજળીયા પ્રા.શાળાના 1. મકવાણા ભૌતિક એમ 2.ગોહિલ જૈમિલ પી. બાળ વૈજ્ઞાનિક આવેલ.

તેમજ ચોથા વિભાગમાં યુ.સી.ગાંધી ગ્રાન્ટેડ શાળાના 1.મોરી સર્વજીત વી.. 2 પરમાર આલોક કે બાળ વૈજ્ઞાનિક આવેલ .

પાંચમા વિભાગમાં નાની રાજસ્થળી કે.વ શાળાના 1. શિયાવી વૈભવ 2..બેલીમ રિહાન.

બાળ વૈજ્ઞાનિક નો પ્રથમ નંબર આવેલ…આ પ્રદર્શનમાં દરેક વિભાગમાંથી પ્રથમ ત્રણ આવેલ કૃતિના બાળ વૈજ્ઞાનિકને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરેલ..તેમજ ભાગ લીધેલ તમામ બાળકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરેલ..આજના કાર્યક્રમમાં તાલુકા શિક્ષક સંઘ અને આચાર્ય સંઘના પ્રમુખ અને મહામંત્રી હાજરી આપેલ..આ ઉપરાંત જિલ્લા પંચાયતના સદસ્ય તથા તાલુકા પંચાયતના સદસ્ય તથા ગામના સરપંચ તથા પાલીતાણા તાલુકાની તમામ કે.વ શાળાના આચાર્ય અને સીઆરસી હાજર રહેલ.. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિલીપસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવેલ…આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન પરમાર પ્રતાપસિંહ – બી.આર.સી કો પાલીતાણા કરવામાં આવેલ.

Follow Me:

Related Posts