પાલીતાણા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી અતુલભાઈ મકવાણાની તાજેતરમાં અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામાં બદલી થતા પાલીતાણા તાલુકાના ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પરેશભાઈ અમરેલીયા અને પંદર કેન્દ્રવર્તી શાળાના આચાર્યશ્રી તેમજ પાલીતાણા તાલુકા આચાર્ય સંઘના પ્રમુખ અને મહામંત્રી તેમજ પ્રાથમિક શિક્ષક સંઘ અને શૈક્ષિક સંઘના પ્રમુખ તેમજ બી.આર.સી પાલીતાણાની ઉપસ્થિતિમાં વિદાય કાર્યક્રમ યોજાયો હતો જેમાં બદલી થયેલ અતુલભાઈ મકવાણાનું શાલ ઓઢાડી વિદાય સન્માન કરાયું હતું અને સમગ્ર પાલીતાણા તાલુકા શિક્ષણ પરિવાર વતી યાદગીરી રૂપે સુંદર ભેટ પણ આપવામાં આવી હતી આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓએ પોતાના સંસ્મરણો વાગોળ્યા હતા અને શિક્ષણનાં હિતમાં જ્યારે પણ જરૂર પડે ત્યારે એકબીજાને મદદરૂપ થવાની નેમ વ્યક્ત કરી હતી.
પાલીતાણા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીનો વિદાય કાર્યક્રમ યોજાયો

Recent Comments