fbpx
ભાવનગર

પાલીતાણા તાલુકા શિક્ષણ વિભાગ દ્વારા મોટી પાણીયાળી કે.વ શાળાના આચાર્ય સહીત તમામ દસ શિક્ષકોનુ ખાસ સન્માન કરાયું

પાલીતાણા તાલુકા કક્ષાની ભાવનગર સ્પોર્ટસ મીટ શ્રી મોટી પાણીયાળી કે.વ શાળાના યજમાનપદે તાજેતરમાં યોજાવામાં આવી હતી જેમાં શાળાના આચાર્ય બી.એ.વાળા અને તમામ ૧૦ શિક્ષકોએ ખુબ જ સુંદર કામગીરી કરી હતી અને આ શાળામાં સતત ખુબ જ સુંદર કાર્યો થઇ રહ્યા છે જેની નોંધ લઇ પાલીતાણા તાલુકા શિક્ષણ વિભાગ દ્વારા શાળાના આચાર્ય અને તમામ ૧૦ શિક્ષકોને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી પરેશભાઈ અમરેલીયા અને બી.આર.સી શ્રી પ્રતાપસિંહ પરમાર તેમજ કેન્દ્રવર્તી શાળાના આચાર્યશ્રીઓ અને સી.આર.સી શ્રી ઓ દ્વારા ખુબ સુંદર મોમેન્ટો આપીને ખાસ સન્માન કરવામાં આવ્યું હતું જ્યારે શાળાના તમામ બાળકોને ચોકલેટ આપવામાં આવી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શાળાના આચાર્ય અને તમામ દસ શિક્ષકો દ્વારા કરેલ કામગીરીને બિરદાવી હતી અને નિષ્ઠાપૂર્વક કામગીરી કરવા બદલ અભિનંદન આપ્યા હતા.શેત્રુંજી ડેમ કે.વ શાળાના આચાર્યશ્રી જીતુભાઈ જોષી અને જામવાળી-૧ કે.વ શાળાના આચાર્યશ્રી વિજયભાઈ દ્વારા પ્રોત્સાહક વાતો કરવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન વાળુકડ કેદ્રવર્તી શાળાના આચાર્યશ્રી દિલીપસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું.

Follow Me:

Related Posts