ભાવનગર

પાલીતાણા નજીક આવેલ શેત્રુંજી ડેમ ઉત્તર બુનિયાદી વિદ્યાલયની મુલાકાત લેતા જિલ્લા સમાહર્તા

પાલીતાણા નજીક આવેલી વર્ષો જૂની ઉત્તર બુનિયાદી વિદ્યાલય શેત્રુંજી ડેમની ભાવનગર જિલ્લા કલેક્ટર શ્રી નિરગુડે સાહેબે મુલાકાત લીધી હતી. વિદ્યાલયના શિક્ષણ કાર્ય સાથે અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓ વિશે તેમણે માહિતી મેળવી અને આનંદ વ્યક્ત કર્યો હતો. નજીકમાં આવેલ દીકરીઓ માટેની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની પણ તેઓએ મુલાકાત લીધી હતી. અહીં છાત્રવાસમાં રહેતી ધોરણ 6 થી 10 ની વિદ્યાર્થીનીઓ સાથે સંવાદ કર્યો હતો. આ મુલાકાતવેળા જિલ્લા વિકાસ અધિકારી શ્રી, પાલીતાણા પ્રાંત અધિકારી શ્રી સહિતના અધિકારીઓ જોડાયા હતા.બુનિયાદી શાળાના નિયામક લાલજીભાઈ સોલંકીએ સાથે રહી વિગતો પૂરી પાડી હતી.

Related Posts