fbpx
અમરેલી

પાલીતાણા ના ખાખરીયા થી પ્રસ્થાન થઈ દ્વારકાધીશ ના દર્શને જતા પદયાત્રા સંધ નું ભુરખિયા હનુમાનજી મંદિરે આગમન 

દામનગર પાલીતાણા ના ખાખરીયા થી પ્રસ્થાન થઈ દ્વારકાધીશ ના દર્શને જતા પદયાત્રા સંધ નું ભુરખિયા હનુમાનજી મંદિરે આગમન સને ૧૯૯૯ થી દર વર્ષે નિયમિત યોજાતી પદયાત્રા પાલીતાણા ના ખાખરીયા ગામ થી માત્ર થોડી સંખ્યા માં ભાવિકો સાથે પ્રસ્થાન થઈ રસ્તા માં આવતા અનેકો ગ્રામ્ય માંથી જોડતા શ્રધ્ધાળુ ભાવિકો થી મોટા પદયાત્રા સંધ માં પરિવર્તિત થતો યાત્રાસંધ વિશાળ બની જાય છે.

વહેલી સવાર થી દામનગર શહેર ના અસંખ્ય પદયાત્રિકો સાથે પ્રસ્થાન થઈ સુપ્રસિદ્ધ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર પરિસર માં પ્રવેશી દાદા ના દર્શન કરી ધૂન બોલાવતા ભાવિકો બપોર નો મહાપ્રસાદ ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે લઈ બપોર પછી પ્રસ્થાન થશે દર વર્ષે પાલીતાણા તાલુકા ના ગ્રામ્ય ખાખરીયા કુંભણ બડેલી નવાગામ આકોલાળી હણોલ ધામેલ દામનગર સહિત ના ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માંથી અસંખ્ય મહિલા ઓ સહિત શ્રધ્ધાળુ ભાવિકો નો વિશાળ પદયાત્રા સંધ પંદર દિવસે ભગવાન શ્રી દ્વારકાધીશ ના દર્શને પહોંચે છે અને ધજારોહણ કરે છે આ પદયાત્રા માં દ્વારકાધીશ મંદિર ના પૂજરા પણ દર વર્ષે સૌરાષ્ટ્ર પધારી પદયાત્રા દરમ્યાન ભાવિકો ને મળે છે 

Follow Me:

Related Posts