ભાવનગર

પાલીતાણા, સિહોર, તળાજા અને ભાવનગરની 51 શાળાને લાઇબ્રેરી માટે પુસ્તકો તથા પોર્ટફોલિયો અર્પણ

શ્રી રત્નાનિધિ ચેરીટેબલ ટ્રસ્ટ- મુંબઈ તરફથી પાલીતાણા,શિહોર,તળાજા તેમજ ભાવનગર પંથકની 51 શાળાઓને અંગ્રેજીના પુસ્તકો સહિત  એક પોર્ટફોલિયો  ભેટ  મળેલ આપવામાં આવી છે.આ પુસ્તકો થકી બાળકોમાં અંગ્રેજી વાંચનની સુટેવ તો પડશે જ સાથે સાથે તેમને નવું શીખવા પણ મળશે. બાળકોની વય કક્ષા અનુરૂપ  સચિત્ર પુસ્તકોનું લેખનકાર્ય છે. એટલે બાળકોને વાંચવાની ખૂબ મજા આવશે.સાથે સાથે શાળાનું અંગ્રેજી શિક્ષણ પણ સુધરશે .અંગ્રેજી અને હિન્દી નો શબ્દકોશ પણ છે એ પણ બાળકોમાં વ્યાકરણની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી થશે .આ સપ્રેમ ભેટ શ્રી રત્નાનિધિ ચેરીટેબલ ટ્રસ્ટ, મુંબઈ દ્વારા મળેલ છે. આવી શાળા અને બાળકોને ઉપયોગી ભેટ આપવામાં આવતા પ્રા.શાળા પરિવાર, ઉત્તર બુનિયાદી પરિવાર તથા નાના- નાના ભૂલકાઓ શ્રી રત્નાનિધિ ચેરીટેબલ ટ્રસ્ટ- મુંબઈ પરિવારનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.

Related Posts