fbpx
ભાવનગર

પાળીયાદ જગ્યામા બાબરીયાવાડ દ્વારા પૂ.ભયલુબાપુ નુ સન્માન સમારોહ યોજાયો

સમગ્ર બાબરીયાવાડ પંથકના કાઠી ક્ષત્રીય સમાજના યુવાનો અગ્રણી ઓ દ્વારા ફુલહાર મોમેન્ટ આપી ઉત્સાહ પૂર્વક સન્માન કર્યું

પુજ્ય શ્રી વિસામણબાપુની જગ્યા પાળીયાદ વિહળધામ ખાતે પુ.ભયલુબાપુ ને જે તાજેતર માં અખીલ ભારતીય સંત સમિતિ ના કાયમી આમંત્રિત સભ્ય બનવા બદલ સમગ્ર બાબરીયાવાડ કાઠી ક્ષત્રીય સમાજ ના દરેક ગામના આગેવાનો દ્વારા પુ.ભયલુબાપુ ને ફુલહાર અને સાલ ઓઢાડી અને સત્કાર સન્માન કરવામાં આવેલ હતો આ પ્રસંગે ઉપસ્થિત પાળીયાદ જગ્યા ના મહંત શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડ બાપુ તેમજ શ્રી રામ મનોહરદાસબાપુ ગિરિયા હનુમાનજી આશ્રમ તેમજ શ્રી લખમણદાસ બાપુ મોમાઈવડ આશ્રમ તેમજ વાવડી બાબબાપુ તેમજ સેથલી આશ્રમ ના મહંત


આ તકે ઉપસ્થિત ગામ ના આગેવાનો તરીકે રાજુલા , છતડીયા , વડ , ભસાદર , કડીયાળી , ઉચૈયા , ધારા નો નેસ , લોઠપુર , લુણસાપુર , કાગવદર , બાળા ની વાવ , ભટ્ટવદર , મીઠાપર , નાગેશ્રી , દુધાળા , ધોળાદ્રી , હેમાળ , નવી જૂની જીકાદરી , પીંછડી , લોર , માણસા , ટીંબી , પાટીમાણસા , ડેડાણ , ત્રાકુડા , ભુડણી , ચોતરા , સરવડા , કંથારિયા , કાતર , કોટડી , જાપોદર , આગરીયા , વાવેરા , દીપડીયા , રીંગણીયાળા , સાંકરીયા મોટા , સેરણા , બારપટોળી , વાવડી , વડલી , કુંડલીયાળા , ભાડા , વાઢચ , વાંગધ્રા , ફાચરીયા , ઠવી , સાવરકુંડલા , કરીયાણા , જાબાળ , શ્યામવાડી , ઘેસપુર ગામ ના ખૂબ મોટી સંખ્યા માં હાજર રહેલ અને સન્માન કરી ખૂબ રાજીપો વ્યક્ત કર્યો બાબરીયાવાડ ના લોકો દ્વારા કરવામાં આવેલ તેમજ પુ.બા શ્રી અને ઠાકર ના આશીર્વાદ લીધેલ ત્યારબાદ જગ્યાની ગૌશાળા તેમજ અશ્વશાળા ની મુલાકાત લીધેલ અને પ્રસાદ લઈ ખૂબજ રાજીપો વ્યક્ત કરેલ

Follow Me:

Related Posts