પાવાગઢમાં 210 ફૂટ ઊંચી બનશે લિફ્ટ, 40 સેકેન્ડમાં જ માતાજીના દ્વારા પર
ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામમાના એક અને 52 શક્તિપીઠમાં જેનો સમાવેશ થાય છે તેવા પાવાગઢમાં શ્રદ્ધાળુઓ માટે વધુ એક ફેસેલિટી આપવામાં આવશે. પાવાગઢ મહાકાળી માતાજી બિરાજમાન છે અને ગુજરાત જ નહીં પરંતુ ગુજરાતની બહારથી પણ હજારો શ્રદ્ધાળુઓ રોજ માતાજીના દર્શન કરવા આવતા હોય છે ત્યારે દર્શનાર્થીઓને સારી સુવિધા મળી રહે તે માટે યાત્રા ધામ બોર્ડ દ્વારા પાવાગઢ ખાતે 210 ફૂટ લિફ્ટનું નિર્માણ કરવા માટે સરકાર સમક્ષ રજૂઆત કરી છે. સરકારની મંજૂરી મળતાની સાથે જ આ કાર્ય હાથ ધરાશે.
40 સેકેન્ડમાં જ માતાજીના દ્વારા પર
પાવાગઢ મંદિર જે પર્વત પર આવેલું છે ત્યાં મહાકાળી મંદિર ગબ્બરની બાજુમાં આવેલા પર્વતને ખોદીને 210 ફૂટ ઊંચાઈ સુધી ફક્ત 40 સેકેન્ડમાં પહોંચાડી શકે તેવી લિફ્ટ બનાવવામાં આવશે. આ લિફ્ટ થવાથી વૃદ્ધ, મહિલા તેમજ અંધ અને અપંગ શ્રદ્ધાળુઓને પડતી મુશ્કેલીથી રાહત મળશે.
હાલ પાવાગઢ ખાતે રોપવેની સુવિધા છે જ પરંતુ ડાર્ક શ્રદ્ધાળુ રોપવે ન ફાવતું હોવાથી તકલીફનો સામનો કરવો પડતો હતો બીજી તરફ રોપવેમાં બેસીને પણ છેક માતાના મંદિર સુધી જવા માટે થોડું ચાલવું પડતું હતું અને ઘણા પગથિયાં પણ ચડવા પડતા હતા જયારે આ લિફ્ટથી શ્રદ્ધાળુઓને માતાજીના મંદિર સુધી પહોંચાડવામાં આવશે.
કેટલી કિંમત હશેને કેટલા લોકો જઈ શકશે?
યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પાવાગઢ મંદિર ખાતે બનાવવમાં આવી રહી લિફ્ટ ઘણા લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આ લિફ્ટ માટે બોર્ડ નજીવો ચાર્જ અથવા લઘુતમ ફી રાખવામાં આવશે જેથી સામાન્ય તેમજ નાના લોકો પણ આ લિફ્ટનો લાભ લઇ શકે. મંદિરમાં કાર્ય કરતા કર્મચારી તેમજ અન્ય આગેવાનો આ લિફ્ટનો નિઃશુલ્ક ઉપયોગ કરે તે માટે સરકારને રજૂઆત કરવામાં આવી છે. પાવાગઢમાં ગબ્બર ડુંગરના પગથિયાં ચડવામાં ખુબ જ મુશ્કેલ હોય તે માટે શ્રદ્ધાળુઓને તકલીફ રહેતી હતી જેને લીધી આ નિર્ણય લેવાયો હતો. આ લિફ્ટમાં હાલ એકસાથે 12 વ્યક્તિને લઇ જઈ શકાશે તેવું અનુમાન લગાવી રહ્યું છે જયારે લિફ્ટ તૈયાર થશે ત્યારે જ કેટલા વ્યક્તિ માટે લિફ્ટનું નિર્માણ થયું છે તેનો ખ્યાલ આવશે.
આ લિફ્ટ માટે પર્વતને તોડીને 210 ઊંચી લિફ્ટ બનાવામાં આવશે જે ફક્ત 40 સેકેન્ડમાં જ આંખના પલકારામાં જ માતાજીના દ્વારા પર પહોંચાડી દેશે. ગુજરાત યાત્રાધામ બોર્ડ દ્વારા આ લિફ્ટનો ઘણા વખતથી બનાવવાનો વિચાર કરી રહ્યા હતા પરંતુ હવે સરકારની જ રાહ જોવાઈ રહી છે જેથી જલ્દી જ લોકોના ઉપયોગ માટે આ લિફ્ટ બનાવીને સુવિધા પુરી પાડવામાં આવે.
Recent Comments