fbpx
ગુજરાત

પાસના અલ્પેશ કથિરિયા પર હુમલો – કોણે અને કેમ કર્યો ?

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરિયા પર હુમલો થયો હોવાની ઘટના અંગે જાણ થઈ છે. આજે સવારે તેઓ કાપોદ્રા ચીકુવાડી વિસ્તારમાં નજીકની વ્યક્તિને હોસ્પિટલમાં મળવા માટે જઈ રહ્યા હતા તે સમયે કાપોદ્રા પોલીસ સ્ટેશન પાસેથી પસાર થતી વખતે એક રિક્ષાચાલકને રિક્ષા વ્યવસ્થિત રીતે ચલાવવાનું કહેતા ઉશ્કેરાયેલા રિક્ષા ડ્રાઈવરે અલ્પેશ કથીરિયાને લાકડાના ત્રણ ફટકા માર્યા હતા. જેના પછી ત્યાં ટોળું એકઠું થતા રિક્ષાચાલક ત્યાંથી ભાગી ગયો હતો.અલ્પેશ કથીરિયા તેમની બાઈક પર જઈ રહ્યા હતા અને ગમે તે રીતે રિક્ષા ચલાવી રહેલા રિક્ષા ડ્રાઈવરને રોકીને તે આવી રીતે કેમ રિક્ષા ચલાવે છે. સરખી રીતે રિક્ષા ચલાવવાનું કહ્યું હતું. જેના પછી રિક્ષા ચાલકે તેને ઊભા રહેવાનું કહીને રિક્ષામાંથી લાકડીનો ફટકો કાઢીને અલ્પેશ કથીરિયા પર તેનાથી હુમલો કરી દીધો હતો. જેના લીધે અલ્પેશ કથીરિયાને હાથમાં ઈજા પહોંચી હતી. આ દરમિયાન લોકોના ટોળા દોડી આવ્યા હતા અને રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.

પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા પર કાપોદ્રા વિસ્તારમાં જ હુમલો થતા મોટા પ્રમાણેમાં ટ્રાફિકજામ થઈ ગયો હતો. ટ્રાફિક જામ થતા જ રિક્ષા ચાલક ત્યાંથી ભાગી છૂટ્યો હતો. તેને ઈજા થતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં પોલીસે આ ઘટના અંગેની તપાસ શરૂ કરી દીધી છે. અલ્પેશ કથીરિયા પર હુમલાની જાણ થતા જ મોટી સંખ્યામાં સમાજના લોકો તેમને મળવા માટે હોસ્પિટલમાં પહોંચી ગયા હતા.

Follow Me:

Related Posts