ગુજરાત

પિતાના વારસાને પ્રાથમિકતા આપીશ : મુમતાઝ પટેલ

વર્તમાન મુદ્દાઓ પર તાજેતરના તેમના બે ટ્‌વીટએ રાજકીય વર્તુળોમાં મજબૂત સંકેતો આપ્યા છે.કાર્યકારી પ્રમુખ કદીર પીરઝાદાના પાટીદારો વિરુદ્ધ અપાયેલા નિવેદન પર પોતાનો સ્ટેન્ડ લેતા મુમતાઝ પટેલે ટિ્‌વટ કરીને જણાવ્યું હતું કે, “કોંગ્રેસ પક્ષ તમામ સમુદાયો અને ધર્મોમાં વિશ્વાસ ધરાવે છે, તેના નેતૃત્વએ હંમેશા તમામ સમુદાયોનું સન્માન કર્યું છે, નેતૃત્વએ ભૂલવું ન જાેઈએ કે પાટીદારો સમાજનો એક ભાગ છે, લોકોને કોંગ્રેસ પાસેથી ગણી આશાઓ છે.” હું ભરૂચ યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ નિખિલ શાહને મુક્ત કરવાની અપીલ કરું છું, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સામે વિરોધ પ્રદર્શન કરતી વખતે તેની ધરપકડ કરવામાં આવી હતી.”

રાજનીતિમાં જાેડાવા અંગે એક ઇન્ટરવ્યુ દરમિયાન મુમતાઝ પટેલે જણાવ્યું હતું કે, “લોકોએ મારી ટ્‌વીટનો ઉષ્મા અને આદર સાથે પ્રતિભાવ આપ્યો છે અને આવો પ્રતિભાવ મને રાજકારણમાં જાેડાવા માટે પ્રોત્સાહિત કરે છે. હું સમુદાય અને રાષ્ટ્રીય નિર્માણનો ભાગ બનવા ઈચ્છું છું. મને લાગે છે કે મારો જન્મ તેના માટે જ થયો છે. હું સક્રિય રાજકારણમાં જાેડાવા માટે યોગ્ય સમય અને પ્લેટફોર્મની રાહ જાેઈ રહ્યો છું.” તેમણે રાજકીય પક્ષમાં સીધા જાેડાતા પહેલા પોતાના માટે મેદાન બનાવવા માટે સમાન વિચારધારા ધરાવતા લોકો સાથે વાત કરવાનું પણ શરૂ કર્યું છે.

જાેકે તેમણે જણાવ્યું હતું કે તેમના પિતાએ પાછળ છોડેલા સમાજ સેવાનો વારસો તેમની પ્રથમ પ્રાથમિકતા છે.” આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોઈના માટે પ્રચાર કરવાની તેમની કોઈ યોજના નથી, તેમ જણાવતા મુમતાઝ પટેલે વધુમાં કહ્યું હતું કે, “હું મહિલાઓ અને યુવાનો સાથે કામ કરવાની ઈચ્છા રાખું છું અને અહીંથી જ શરૂઆત કરવાની ઈચ્છા છે. મારા હોમ ગ્રાઉન્ડ ભરૂચમાં સમાન વિચારધારા ધરાવતા લોકો સાથે મળીને ધીમે ધીમે જનતાની લાગણીઓને સમજવાનો પ્રયાસ કરું છું, જે રાજ્યભરમાં અમારી પાંખો ફેલાવશે.”કોંગ્રેસના દિવંગત વરિષ્ઠ નેતા અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ સક્રિય રાજકારણમાં પ્રવેશવા માટે ગ્રાઉન્ડ વર્ક કરી રહ્યાં છે, પરંતુ અહેવાલો મુજબ, મુમતાઝ હજુ રાજકારણમાં એન્ટ્રી કરવા માટે યોગ્ય સમયની રાહ જાેઈ રહ્યાં છે.

Related Posts