ગુજરાત

પિયર ગયેલી પત્નીને પતિ લેવા ગયેલ તો પત્ની પ્રેમી સાથે ઝડપાઈ

મહેમદાવાદના સમસપુરના જૂલીના લગ્ન શંકરપુરાના દક્ષેશ સાથે થયા હતા.અગાઉ આ દક્ષેશ વેલ્ડર તરીકે ઓમપ્રકાશભાઈને ત્યા નોકરી કરતો હતો. દક્ષેશના જણાવ્યા પ્રમાણે લગ્ન બાદ એક વખત ઓમપ્રકાશભાઈ તેઓની પત્ની જૂલી ને ફોન કરી પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. જે મામલે જૂલીએ ફરીયાદ કરતા તેઓએ ઓમપ્રકાશભાઈ ને ઠપકો આપ્યો હતો. જે બાદ ઓમપ્રકાશભાઈ નોકરી છોડી દીધી હતી. થોડા સમય બાદ દક્ષેશને ત્યા પુત્રનો જન્મ થયો હતો. અને બાળક બિમાર રહેતુ હોઈ બાળક જ્યારે પણ બીમાર પડે ત્યારે તે ઓમપ્રકાશભાઈ પાસે બાકી પગારની માંગ કરતો હતો. જ્યારે ઓમપ્રકાશભાઈ દક્ષેશની લાચારીનો ફાયદો ઉઠાવવા દવાખાને સાથે મને લઇ જાય તો જ હું તને પૈસા આપુ તેવી જિદ્દ કરતો હતો. દીકરાની માંદગીના સમયગાળામાં ઓમપ્રકાશભાઈ અને જૂલી વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો, જેનો એક દિવસ ભાંડો ફૂટતાં દક્ષેશ અને ઓમપ્રકાશભાઈ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

એ બાદ જૂલી પોતાના છ માસના બાળકને મૂકી પિયર ભાગી ગઈ હતી. આખરે સોમવારના રોજ જૂલીને તેડી લેવાનું નક્કી થયું હતું, પરંતુ એ પહેલાં જ જૂલી પ્રેમી ઓમપ્રકાશભાઈ સાથે રંગેહાથ ઝડપાઈ ગઈ. દક્ષેશભાઈના જણાવ્યા પ્રમાણે, ઓમપ્રકાશભાઈ ની પત્નિએ સોમવારની સવારે ૭ વાગ્યાની આસપાસ તેમનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો અને જણાવ્યું હતું કે જૂલી અને ઓમપ્રકાશભાઈ પટેલના ખેતરની ઓરડીમાં ગઇકાલ રાત્રિના રોકાયાં છે, જેથી બંનેના પરિવારે સ્થળ પર પહોંચી તેમને ઓરડીમાં પૂરી દેતાં ભારે હોબાળો મચ્યો હતો અને ગામના લોકો મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચી ગયા હતા.

ઘટનાની જાણ થતાં મહુધા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી, જેમણે પ્રેમીપંખીડાંને પોલીસ મથકે લઈ જઈ કાર્યવાહી હાથ ધરી હતી. પ્રેમસંબંધ બાબતે દક્ષેશ અને જૂલી વચ્ચે ઝઘડો થયો હોઈ જૂલી તેના છ માસના પુત્રને સાસરીમાં મૂકીને જ પિયર જતી રહી હતી. એ બાદ તે ઓમપ્રકાશભાઈ ને મળતી હતી. પણ બંને પ્રેમીપંખીડાં ખેતરની ઓરડીમાં ઝડપાયાં ત્યારે દક્ષેશ જૂલીને તેના બાળક વિશે એકવાર ના વિચાર્યું? એમ કહી ઠપકો આપ્યો હતો.

Follow Me:

Related Posts