પિયાવા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે આઠમાં વિશ્વ યોગ દિનની ઉજવણીની શરૂઆત કરવામાં આવી
જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડોક્ટર જયેશ પટેલ તથા આર સી એસ ઓ ડોક્ટર શ્રી જોશી સાહેબ તેમજ મેડીકલ ઓફિસર ડોક્ટર આર.કે.જાટ સાહેબ, તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર મીના, મેડીકલ ઓફિસરશ્રી ડોક્ટર મનીષ જયાણી સાહેબના માર્ગદર્શન હેઠળ કોમ્યુનિટી હોલ હેલ્થ ઓફિસર જાગૃતભાઈ ચૌહાણ દ્વારા આઠમા વિશ્વ યોગ દિનની ઉજવણીના ભાગરૂપે તારીખ 14 જૂન 22 થી તારીખ 22 જૂન સુધી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પિયાવા ખાતે આયોજન કરવામાં આવેલ છે. જેમાં પ્રકાશભાઈ હેલૈયા તથા આંગણવાડી બહેનો તથા આશા બહેનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
Recent Comments