fbpx
ગુજરાત

પીએમઓની મંજૂરી બાદ વિજય રૂપાણીના દુબઈ પ્રવાસ અંગે આખરી ર્નિણય

કોરોના મહામારીના સમયમાં પોલિટિકલ ડેલિગેશનના વિદેશપ્રવાસ અંગે કેટલાંક નિયંત્રણો હોય છે. જાે ક્વોરન્ટીન સહિતના નિયમો હોય તો સીએમ એમાં રહી શકે નહીં. આ સહિતની બાબતો અંગે સરકારે માર્ગદર્શન માગ્યું છે. પીએમઓની મંજૂરી બાદ સીએમના દુબઈ પ્રવાસ અંગે આખરી ર્નિણય લેવાશે. આથી હાલ વર્લ્‌ડ એક્સપોના આયોજકોને પણ કન્ફર્મેશન અપાયું નથી. કોઈ સંજાેગોમાં સીએમ દુબઇ પ્રવાસે નહીં જાય તો ઉચ્ચ અધિકારીઓનું ડેલિગેશન વર્લ્‌ડ એક્સપોમાં જાેડાશે.દુબઇ ખાતે પહેલી ઓક્ટોબરથી યોજાનારા વર્લ્‌ડ એક્સ્પોમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની મુલાકાત હાલ અનિશ્ચિત હોવાનું જાણવા મળ્યું છે.

રૂપાણીના દુબઈ પ્રવાસની મંજૂરી પીએમઓમાં રોકાઈ છે. જાે મંજૂરી મળશે તો તેઓ ડેલિગેશન સાથે દુબઈમાં યોજાનારા વર્લ્‌ડ એક્સપોમાં ભાગ લેવા જશે. દુબઈના વર્લ્‌ડ એક્સપોમાં કેન્દ્ર સરકાર દ્વારા ઇન્ડિયા પેવેલિયનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાત સરકારે પણ સ્ટોલ રાખ્યો છે. દેશ-વિદેશના રોકાણકારો અને ખ્યાતનામ કંપનીઓ આ એક્સપોમાં આવવાની હોવાથી ગુજરાતમાં રોકાણકારોને આકર્ષવા માટે ગુજરાતનાં વિવિધ ક્ષેત્રોનું પ્રમોશન થવાનું છે. બીટુબી અને બીટુજી મીટિંગ ઉપરાંત એમઓયુ પણ કરાશે.

Follow Me:

Related Posts