fbpx
રાષ્ટ્રીય

પીએમના એટીએમ નિવેદન પર કોંગ્રેસે વળતો પ્રહાર કર્યો

કોંગ્રેસના નેતા ઉદિત રાજે એટીએમ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન પર વળતો પ્રહાર કોંગ્રેસના નેતા ઉદિત રાજે એટીએમ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન પર વળતો પ્રહાર કર્યો છે. ઉદિત રાજે કહ્યું કે, ભાજપ પાર્ટીએ ૮ નવેમ્બર ૨૦૧૬ના રોજ સમગ્ર દેશની જનતાને બીજેપીનું એટીએમ બનાવી દીધું હતું. શું બીજેપી માટે ઈલેક્ટોરલ બોન્ડથી મોટું એટીએમ હોઈ શકે? સમગ્ર દેશના લોકો તેમના છ્‌સ્ બની ગયા છે. ઉદિત રાજે કહ્યું કે, જે બેંકો લૂંટાઈ રહી છે અને લગભગ ૨૫ લાખ રૂપિયાની લોન માફી છે તે પણ બીજેપીનું એટીએમ છે. તેમણે વધુમાં કહ્યું કે, ભાજપના બે સૌથી મોટા એટીએમ અંબાણી અને અદાણી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં એક રેલી દરમિયાન કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે જે રાજ્યમાં કોંગ્રેસની સરકાર બને છે તે રાજ્ય કોંગ્રેસના રાજવી પરિવારનું એટીએમ બની જાય છે. હવે કોંગ્રેસે આ અંગે વળતો પ્રહાર કર્યો છે.

પીએમ મોદીએ કહ્યું હતું કે મહારાષ્ટ્ર ચૂંટણી માટે કોંગ્રેસ કર્ણાટકમાં પૈસાની ઉચાપત કરી રહી છે. આનો જવાબ આપતા કોંગ્રેસ નેતાએ કહ્યું કે, તમે કર્ણાટક વિશે શું કહ્યું તેના પુરાવા આપો. શું વડાપ્રધાનને બેજવાબદારીથી બોલવું શોભે છે? સાથે જ ઉદિત રાજે કહ્યું કે, પીએમએ જે કહ્યું તેના પુરાવા શું છે, અમે તેમની વિરુદ્ધ ઘણા પુરાવા આપ્યા છે. બીજેપીના કૌભાંડો ગણાવતા ઉદિત રાજે કહ્યું કે, મોદીજીએ ૫૦૦ કરોડનું રાફેલ ૧૬૦૦ કરોડમાં ખરીદ્યું, આ સીધું કૌભાંડ છે. ભાજપને કોંગ્રેસ સામે એક પણ કૌભાંડ સાબિત કરવા દો. અમે મોદીજીના હજારો કૌભાંડોના પુરાવા આપી શકીએ છીએ. તેમણે એમ પણ કહ્યું કે, અહીં લોકશાહી બાકી નથી. ભાજપ કહે છે કે ૧૦ વર્ષમાં કોઈ ભ્રષ્ટાચાર થયો નથી, જાે તમે ઝ્રમ્ૈં, ઈડ્ઢ, ઈન્કમટેક્સ વિભાગને તમારા ખિસ્સામાં રાખ્યા હોય તો કોણ કહેશે કે ભ્રષ્ટાચાર થયો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે મહારાષ્ટ્રના અકોલામાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમએ કહ્યું હતું કે જે રાજ્યમાં કોંગ્રેસની સરકાર બને છે તે રાજ્ય કોંગ્રેસના રાજવી પરિવારનું એટીએમ બની જાય છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, આ દિવસોમાં હિમાચલ પ્રદેશ, તેલંગાણા અને કર્ણાટક જેવા રાજ્યો કોંગ્રેસના રાજવી પરિવારના એટીએમ બની ગયા છે. લોકો કહી રહ્યા છે કે આ દિવસોમાં મહારાષ્ટ્રમાં ચૂંટણીના નામે કર્ણાટકમાં કલેક્શન બમણું થઈ ગયું છે. આરોપ છે કે આ લોકોએ કર્ણાટકમાં દારૂના દુકાનદારો પાસેથી ૭૦૦ કરોડ રૂપિયા વસૂલ કર્યા છે. જે કોંગ્રેસ પક્ષ કૌભાંડો કરીને ચૂંટણી લડે છે, તે ચૂંટણી જીત્યા પછી કેટલા કૌભાંડો કરશે?

Follow Me:

Related Posts