ઈમરાન ખાને આ વાત ૨૨ એમ્બેસી મિશન દ્વારા જાહેર કરાયેલા પત્રના જવાબમાં કહી હતી, જેમાં પાકિસ્તાનને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં રશિયાની નિંદા કરતા પ્રસ્તાવને સમર્થન આપવા માટે કહેવામાં આવ્યું છે. ઈમરાન ખાને કહ્યું,’મારે યુરોપિયન યુનિયનના રાજદૂતો સાથે વાત કરવી છે, શું તમે ભારતને આવો કોઈ પત્ર લખ્યો છે?’ તેમણે કહ્યું કે પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં દ્ગછ્ર્ં સમર્થિત ગઠબંધનને સમર્થન આપવાને કારણે ઘણું સહન કરવું પડ્યું. ઈમરાને કહ્યું,’તમે અમારા વિશે શું વિચારો છો ? શું અમે તમારા ગુલામ છીએ..
કે તમે જે કહો તે જ કરીશું. પાકિસ્તાન, રશિયા, ચીન અને યુરોપ સાથે અમારી મિત્રતા છે,પરંતુ અમે તટસ્થ છીએ. તેથી જ અમે યુક્રેનમાં આ યુદ્ધને સમાપ્ત કરવાના પ્રયાસમાં આ દેશો સાથે સહકાર આપવાનો પ્રયાસ કરીશું.” તેના પર ઑસ્ટ્રિયા, બેલ્જિયમ, બલ્ગેરિયા, ચેક રિપબ્લિક, ડેનમાર્ક, ફ્રાન્સ, જર્મની, ગ્રીસ, હંગેરી, ઇટાલી, પોર્ટુગલ, પોલેન્ડ, રોમાનિયા, સ્પેન, સ્વીડન, નેધરલેન્ડ, જાપાન, નોર્વે અને સ્વિટ્ઝરલેન્ડના રાજદૂતો દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. બીજી તરફ ઈેં પ્રતિનિધિમંડળના વડાનુ કહેવુ છે કે, ઠરાવનો હેતુ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સરહદોની અંદર યુક્રેનની સાર્વભૌમત્વ, સ્વતંત્રતા, એકતા અને પ્રાદેશિક અખંડિતતાની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરવાનો છે અને તેઓ રશિયાના આક્રમણની સખત નિંદા કરે છે.
તમને જણાવી દઈએ કે, જ્યારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહીનો આદેશ આપ્યો ત્યારે ઈમરાન ખાન મોસ્કોમાં હતા.પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને ઈસ્લામાબાદમાં પશ્ચિમી રાજદૂતોને બોલાવીને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યુક્રેન વિરુદ્ધ રશિયાના આક્રમણને લઈને પાકિસ્તાન પરના દબાણ અંગે ટીકા કરી છે. જનસભાને સંબોધતા ખાને કહ્યું કે પાકિસ્તાન પશ્ચિમી દેશોનું ગુલામ નથી.
Recent Comments