પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૨માં મેડલ જીતનાર ખેલાડીઓ સાથે મુલાકાત કરી છે. પીએમે પોતાના સરકારી આ નિવાસસ્થાને રમતવીરો સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદીએ આ દરમિયાન ખેલાડીઓને સંબોધિત કરતા કહ્યું હતું કે રાતભર દેશના લોકોની તમારી પર નજર હતી. તમે ત્યાં સતત સારું પ્રદર્શન કરી રહ્યા હતા.
પીએમે કહ્યું કે ઘણી રમતોના ખેલાડી ભલે મેડલ ના જીતી શક્યા હોય પણ તેમણે શાનદાર લડાઇ લડી. આવનાર સમયમાં આપણે તેમાં મેડલ જરૂર જીતીશું. પુરુષ અને મહિલા હોકી બન્નેમાં ટીમોએ મેડલ જીત્યો છે. તે જૂનો દબદબો પાછો મેળવવામાં જુટ્યા છે. બન્ને ટીમોને અભિનંદન.
Recent Comments