પીએમ મોદીની જાહેરાત સાથે હું સહમત છું. હું વેકસીન લેવા ત્યાર છુંઃ મુખ્યમંત્રી
રાજકોટ શહેરની ટ્રાફિક સમસ્યાને વિકરાળ બનાવતા રેલવેના ફાટકો ઉપર ઓવરબ્રીજ કે અંડરબ્રીજ બનાવવાની યોજનામા મહિલા કોલેજ, રેલનગર અને મોરબી રોડ ઉપર બ્રિજ બન્યા બાદ હવે આમ્રપાલી ફાટકે ૨૫.૫૩ કરોડના ખર્ચે બનેલા બ્રીજનું તા.૨૧ના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે આવેલા સીએમ વિજય રૂપાણીએ કોરોના વેક્સિન લેવા મુદ્દે એક નિવેદન આપ્યું છે. સીએમ રૂપાણીએ જણાવ્યું કે, હું કોરોના વેક્સિન લેવા માટે તૈયાર છું, વેક્સિન સુરક્ષિત જ છે. આજે પીએમ મોદી દ્વારા કરેલા જાહેરાત સાથે હું સહમત છું. આગામી સમયમાં હું વેકસીન લેવા ત્યાર છું.
વેકસીન સુરક્ષિત છે અને લોકો પણ વેકસીન લે તેવી અપીલ કરી હતી. વેક્સીનેશનના બીજા તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તમામ મુખ્યમંત્રીઓને કોરોના રસી આપવામાં આવશે. બીજા તબક્કામાં ૫૦ વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓને રસી અપાશે. રસીને લઇ
મુખ્યમંત્રીઓની બેઠકમાં પીએમ મોદીએ કહ્યું હતું કે ગભરાવાની જરૂર નથી, બીજા તબક્કામાં તમામને વેક્સીનેશન કરાવી દેવાશે જે પણ ૫૦ વર્ષની ઉપર હશે. એવામાં તમામ સાંસદ અને ધારાસભ્ય જે ૫૦ વર્ષથી ઉપરની ઉંમરના છે તેમને બીજા તબક્કામાં કોરોનાની વેક્સીન અપાશે. આપને જણાવી દઇએ કે દેશમાં અત્યારે કોરોના વેક્સીનેશનનો પહેલો તબક્કો ચાલી રહ્યો છે તેના અંતર્ગત ૭ લાખથી વધુ સ્વાસ્થ્યકર્મીઓને રસીનો પહેલો ડોઝ અપાઇ ચૂકયો છે.
સ્વાસ્થ્યકર્મીઓના રસીકરણ બાદ બીજાે તબક્કો શરૂ થશે. સીએમ રૂપાણીના હસ્તે ૪૮૯.૫૦ કરોડનાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ અંડર બ્રિજ લોકો માટે આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ સાથે જ કાલાવાડ રોડ પર બની રહેલા ફ્લાઇ ઓવર બ્રિજ સહિત ૪ બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું હતું. મનપા દ્વારા નિર્માણ થયેલી જુદી જુદી આવાસ યોજનાઓમાં ખાલી રહેલાં ૫૬.૫૮ કરોડના ૪૧૬ આવાસોનો સીએમના હસ્તે કમ્પ્યુટરાઈઝ ડ્રો કરવામાં આવ્યો હતો. આ લોકાર્પણ સાથે કુલ ૫૭૯ કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામા આવી રહ્યા છે.આ માટે રાજકોટ મહાનગર પાલિકા અને શહેરી વિકાસ સતામંડળના સંયુકત ઉપક્રમે કોઠારીયા ચોકડીથી આગળ તિરૂપતિ હેડ વર્કસ ખાતે સવારે ૯.૩૦ કલાકે જાહેર કાર્યક્રમ યોજવામા આવી રહ્યો છે.
Recent Comments