fbpx
રાષ્ટ્રીય

પીએમ મોદીને મળ્યો લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારશરદ પવાર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મળ્યા, વિપક્ષી ગઠબંધનના નેતાઓના હ્રદયના ધબકારા વધી ગયાં

રાજકારણમાં મળવું અને છૂટા પડવું એ સિલસિલો ઘણો જૂનો છે. આજે પુનાથી એક એવી તસવીર સામે આવી છે જેને જાેઈને વિપક્ષી ગઠબંધનના નેતાઓના હ્રદયના ધબકારા કદાચ ચૂકી જશે. પુનામાં એક જ મંચ પર જ્યારે એનસીપી ચીફ શરદ પવાર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મળ્યા તો જાણકારોને જાણે એવું લાગવા લાગ્યું કે શું ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પહેલા કઈક મોટી ગેમ થવાની છે કે શું. શું તાજેતરમાં એનસીપીનું શિંદે સરકાર સાથે જવું એ સમજી વિચારેલી રણનીતિ હતી? આવો સવાલ તો ત્યારથી ઉઠી રહ્યો છે જ્યારથી અજિત પવાર મહારાષ્ટ્ર સરકારમાં સામેલ થયા. પરંતુ આજે મોદી અને પવારની આ મુલાકાત જાેઈને ફરી ચર્ચા ચગડોળે ચડી છે. શરદ પવાર અને પીએમ મોદી જે રીતે હાસ્ય વેરી રહ્યા છે

તે જાેઈને માત્ર કોંગ્રેસ જ નહીં પરંતુ સમગ્ર વિપક્ષી ગઠબંધનને હવે કદાચ એ ડર સતાવતો હશે કે તેમણે હવે તૂટથી બચવું પડશે. આ એક એવો સમય છે જ્યારે ભાજપ વિરુદ્ધ વિપક્ષ હજુ બરાબર એકજૂથ થઈ શક્યો નથી. વાત જાણે એમ છે કે રાજકારણમાં હસવું, મુસ્કુરાવવું, થપથપાવવું એ બધાના પણ પોત પોતાના અલગ અર્થ હોય છે. આજે જ્યારે કઈક આ અંદાજમાં શરદ પવાર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત થઈ તો ચર્ચા શરૂ થઈ. પવારની પોતાની બનાવેલી પાર્ટી તૂટી, સત્તા છૂટી, છેલ્લા કેટલાક દિવસોથી તેઓ મોદીની ટીકા કરતા હતા પરંતુ આજે આ તસવીર કઈક અલગ જ બતાવતી હતી. મોદીને મળીને પવાર ખડખડાટ હસી રહ્યા હતા. વિપક્ષી ગઠબંધન ૈં.દ્ગ.ડ્ઢ.ૈં.છ ના નેતાઓએ તેમને રોકવાની ખુબ કોશિશ કરી પરંતુ મહારાષ્ટ્રના ચાણક્ય ન માન્યા.

તેઓ આજે આ કાર્યક્રમ માટે કેટલાક બેતાબ હતા તે તમે એ વાતથી સમજી શકો કે પુનાના એ મંચ પર પવાર સૌથી પહેલા જઈને બેસી ગયા હતા. આ અવસર હતો લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર સમારોહનો. પીએમ મોદીને તેમના ‘સર્વોચ્ચ નેતૃત્વ’ અને ‘નાગરિકોમાં દેશભક્તિની ભાવના જગાડવા’ બદલ આ પુરસ્કારથી સન્માનિત કરાયા છે. અનેક દિવસથી આ કાર્યક્રમ ચર્ચામાં હતો. કે શું પવાર જશે? પીએમ મોદીને કેવી રીતે મળશે પવાર. જાે કે તમામ અટકળો અને વિપક્ષી ગઠબંધનના ઘટક પક્ષોની આપત્તિઓ છતાં પીએમ મોદી સાથે પવારે મંચ શેર કર્યું. વિપક્ષી દળોના ગઠબંધન ઈન્ડિયાએ પવારને કહ્યું હતું કે આવા સમયમાં કે જ્યારે ભાજપ વિરુદ્ધ એકજૂથ થઈને મોરચો બનાવવામાં આવી રહ્યો છે, તેમનું આ કાર્યક્રમમાં સામેલ થવું વિપક્ષ માટે સારું નહીં હોય. પવારે તે સાંસદો સાથે મુલાકાત ન કરી જે તેમને આ સમારોહમાં સામેલ ન થવા માટે મનાવવા માંગતા હતા.

Follow Me:

Related Posts